ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂ મળતો આવે છે. ત્યારે આજે તો ઉપલેટમાં જુગારધામમાં મોટા માથા ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. ખુદ નગરપાલિકાના નેતા અને આગેવાનો જુગાર રમતા ઝડપાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગઈકાલે સાંજના સમયે રાજકોટ પોલીસે દરોડા પાડીને ઉપલેટામાં પોલીસે જુગારધામ પકડી પાડ્યું છે. આ જુગારધામમાં રાજનીતિ સાથે સંકળાયેલાં મોટા માથાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉપલેટા નગરપાલિકાના સભ્ય સહિત ઉપલેટા કોંગ્રેસ પ્રમુખ પણ જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 લાખ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કોણ કોણ ઝડપાયા
નગરપાલિકાના સદસ્ય ભાયાભાઈ જુગાર રમતા ઝડપાયા છે એટલું જ નહીં પરંતુ ઉપલેટા કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોંટાઈ પણ ઝડપાયા હતા. પૂર્વ વિપક્ષના નેતા નારણભાઇ ચંદ્રવાડિયા પણ જુગાર રમતા ઝડપાયા છે. નેતાઓ સહિત અન્ય 6 મળીને કુલ 9 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 9 આરોપી સાથે રૂ.1.15 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે.
ઉપલેટા નગરપાલિકાના સભ્ય સહિત કોંગ્રેસ પ્રમુખ ઝડપાતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેવામાં સવાલ એ ઉભો થાય છે કે, પ્રજાના સેવકો જ જ્યારે જુગાર રમતાં ઝડપાય તે કેટલી શરમજનક વાત કહેવાય. એકબાજુ પ્રજાના સેવકની છાપ ઉભી કરવી અને પીઠ પાછળ આ રીતે ગેરકાયદે જુગારની પ્રવૃતિ આચરવી એ કેટલી હદ સુધી યોગ્ય ગણાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle