લોકડાઉનમાં નોકરીમાંથી કાઢી મુકતા માસ્ક વેચીને આત્મનિર્ભર બન્યા આ સુરતી ભાઈ

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોટા ભાગના લોકોએ પોતાની નોકરી-ધંધામાં ખોટ ખાવી તાળી હતી. તો વળી બીજી બાજુ લાખો લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, ત્યાર પછી થી લોકો ખેતી અને પોતાનો નાનો-મોટો ધંધો શરુ કરીને આત્મનિર્ભર બની રહ્યા છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના બેરોજગાર બનેલા એક યુવાને આ મહામારી વચ્ચે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. આ યુવાને અલગ-અલગ કપડાની દુકાનમાંથી નીકળેલો વેસ્ટ એકત્ર કરી નવરાત્રિના ખેલૈયાઓ માટે માસ્ક વેચી કમાણી કરી રહ્યો છે.

લોકડાઉનને કારણે નોકરી ગુમાવી હતી
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા હનુમાનભાઈ કાપડ માર્કેટમાં નોકરી કરી પોતાના પરિવારજનો ગુજરાન ચલાવતા હતા. જો, લોકડાઉન ના કારણે ધંધો વ્યવસાય ઠપ થઈ જતાં તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બેકારી બાદ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું. આ દરમિયાન હનુમાનભાઈએ વેસ્ટમાંથી બેસ્ટ કમાણી શોધી કાઢી હતી. હનુમાન ભાઈએ કોરોનાની મહામારીમાં માસ્ક બનાવવાનું નક્કી કર્યું હતું.

ટેલરની દુકાને જઈને વધેલું કપડાનું વેસ્ટ ભેગુ કરતા હતા
મળતી માહિતી અનુસાર, તેઓએ અલગ અલગ ટેલરની દુકાન પર જઈને કપડાનું વેસ્ટ કલેક્ટ કરતા હતા. અને બાદમાં અલગ અલગ લેયર ભેગા કરી તેમાંથી નવરાત્રિના પર્વ નિમિત્તે ખેલૈયા આમે પ્રિન્ટવાળા માસ્ક બનાવી રહ્યાં છે. નવરાત્રિ દરમિયાન હનુમાનભાઈને સારો એવો ઓર્ડર પણ મળી રહ્યો છે. આ ઉપરાંત તેઓ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે મજૂર અને ગરીબ વર્ગના બાળકોને કોરોના નહિ થાય તે માટે મફત માસ્ક વિતરણ પણ કરી રહ્યા છે. હાલમાં નવરાત્રિના પર્વને લઇ શેરી ગરબા આયોજન વચ્ચે સોસાયટીના પ્રમુખ દ્વારા ખેલૈયાના પ્રિન્ટવાળા જથ્થાબંધ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *