હાલમાં કોરોનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ મહામારીનો શિકાર લાખો લોકો બની ચુક્યા છે. રાજ્યમાં પણ કોરોનાનો કહેર સતત વધતો જ જાય છે.
ગત રોજ 4 ઓક્ટોબરનાં રોજ સાંજનાં 5 થી 7 વાગ્યાં દરમિયાન કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં FOP – પોલીસ મિત્રોની મિટિંગનુ આયોજન કતારગામ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતું. આ મિટિંગમા ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, ભવિષ્યમાં આવનાર સરકારી નોકરીની તૈયારી અંગે, સામાન્ય કાયદા-કાનૂન અંગે, આર્થિક તથા સામાજીક બાબતો પર જાણકારી આપવામાં આવી હતી.
આ મિટિંગમાં મહિલા સમિતિ તથા FOPના સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપેલ હતી. નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ટીમ દ્વારા આ વિવિધ યોજનાઓની ઉપરાંત મેયર ફંડ, મુખ્યમંત્રી ફંડ વિશે જરુરી જાણકારી આપવામાં આવી હતી.
આની સાથે જ કતારગામ પોલીસ સ્ટેશન FOP ટીમ દ્વારા ગઈકાલ એટલે કે 18 ઓક્ટોબરનાં રોજ એટલે કે, રવિવારના રોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ સુરતની જાહેર જનતાને આ રક્તદાન શિબિરમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા માટે હાર્દિક નિમંત્રણ આપ્યું હતું.
આ મિટિંગમા કતારગામ પોલીસ અધિકારી શ્રી નૃપેન્દ્રસિંહ ઝાલા, કતારગામ પોલીસ વેલફેર ટ્રસ્ટ વતી શ્રી મનસુખભાઈ સાવલિયા, કતારગામ FOP પ્રમુખ શ્રી જગદીશભાઈ બરવાળીયા, નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ વતી શ્રી ધીરુભાઈ માંડવીયા, શ્રી ભાવેશભાઈ જાજડીયા, શ્રી હર્ષદભાઈ ગલાણી વગેરે જેવા કેટલાંક મિત્રોએ સહકાર આપ્યો હતો. આની સાથે શ્રી શંકરભાઈ પ્રજાપતિ તથા શ્રી રમેશભાઈ વઘાસીયાએ પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle