દેશમાં અવાર-નવાર કોઈને કોઈ જગ્યાએ થી દેહ વ્યાપાર ની ઘટનાઓ સામે આવતી રહે છે. મોટા ભાગે આવી ઘટનાઓમાં બાંગ્લાદેશમાંથી યુવતીઓનો બોલાવવામાંઆવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી સામે આવી છે. બાંગ્લાદેશથી તસ્કરી કરી ભારત લાવવામાં આવેલી યુવતીઓને દેહ વેપાર અને અન્ય કામ કરાવવા માટે ચાલતા મોટા રેકેટનો ભાંડાફોડ થયો છે. ઈન્દોર પોલીસે એક આવા દેહ વેપારમાં ફસાયેલી 20 છોકરીઓને આઝાદી અપાવી છે.
આ યુવતીઓને બાંગ્લાદેશમાંથી સુરતમાં દેહવેપાર માટે લાવવામાં આવી હતી. આ ઘટના વિશે આખા દેશની વાત કરવામાં આવે તો આ રીતે ભારતમાં 1000 જેટલી યુવતીઓને લાવવામાં આવી છે. ઈન્દોરમાંથી છોડાવામાં આવેલી આ યુવતીનું કનેક્શન ડ્રગ્સના ધંધા સાથે પણ સંકળાયેલું છે. આ સંબંધિત જાણકારી આઈબી અને વિદેશ મંત્રાલયને પણ મોકલાવામાં આવી છે.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના ખટોદરા વિસ્તારમાંથી આવું જ એક દેહ વ્યપારનું કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચને મળતી માહિતી અનુસાર, ખટોદરા વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. આ દરમ્યાન, 50 હજારમાં ખરીદી તરુણી ને દેહ વેપારના ધંધામાં ધકેલનાર મિલન ખલિલ ની ધરપકડ કરવામાં આવી હતી. મિલનને ક્રાઇમબ્રાંચની મીસીંગ સેલે બેંગ્લોરથી ઝડપ્યો છે.
બાંગ્લાદેશમાંથી બોલાવવામાં આવેલ 14 વર્ષની સગીરાને બેંગ્લોર ના મિલને બાંગ્લાદેશી મોહસીન પાસેથી 50 હજારમાં ખરીદી હતી. 40 વર્ષીય મિલન ખલીલ મુસ્લિમ (રહે,ગંગોત્રીનગર,જી.બેંગ્લોર) સગીર-યુવતીઓને વૈશ્યાવૃતિમાં વેચવાની દલાલી કરતો હતો. મિલને શરૂઆતમાં બેંગ્લોરમાં સગીરાને સ્પામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દઈ થોડા સમય પછી મુંબઈની મહિલા ફિરોજા ઉર્ફે નીતુ અલમીન શેખને વેચી દીધી હતી.
મુંબઈમાં પણ નીતુએ સગીરાને સ્પામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી પછી સુરતમાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ ગ્રાઉન્ડની બાજુમાં ઈનફીનીટી હબમાં ચાલતા સ્પામાં દલાલ મારફતે વેચી દીધી હતી. સગીરાએ ગ્રાહકના ફોન પરથી બાંગ્લાદેશમાં રહેતી માતાને ફોન કર્યો હતો. જેના આધારે સ્પામાં ચાલતા સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો હતો. હજુ આ કેસમાં મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી મોહસીન હજુ ફરાર છે.
મિલનને દોઢ વર્ષ પહેલા મોહસીને વેચી હતી. અત્યાર સુધીમાં આ સેક્સ રેકેટમાં મહિલા સહિત 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને જાણકારી મળી હતી કે, ડુમસ રોડ અને વીઆઈપી તેમજ વેસુ રોડ પર શટલ બંધ કરી સ્પામાં દેહવ્યાપારનો ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો હતો. શહેરના કેટલાક પોશ વિસ્તારોમાં સ્પામાં વૈશ્યાવૃતિ સાથે નશીલા પર્દાથો પણ મળી રહ્યાની ચર્ચાઓ છે. ખરેખર પોલીસે આ બાબતે સરપ્રાઇઝ ચેકિંગ કરવાની ખાસ જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle