સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં આજ રોજ સવારનાં સમયે ગાયત્રી ફરસાણ રોડ ઉપર બાઈક ઉપર આવેલાં બે અજાણી આંગડીયા પેઢીનાં કર્મચારી ઉપર સ્પ્રે નાંખીને રૂપિયા 5 લાખનાં હીરાની લૂંટ કરીને ભાગી ગયા હતા. પોલીસનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સુરત શહેરનાં વરાછા વિસ્તારમાં આજ રોજ સવારનાં 9 વાગ્યાનાં સમયે ગાયત્રી ફરસાણ રોડ ઉપર એક આંગડીયા પેઢીનો અધિકારી પાર્સલ ડિલિવરી કરવા માટે નીકળ્યો હતો.
તે સમયે જ બાઈક ઉપર આવેલા બે અજાણ્યા વ્યક્તિએ તેનાં ઉપર સ્પ્રે નાંખી રૂપિયા 5 લાખનાં હીરાની લૂંટ કરી ભાગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં વરાછા વિસ્તાર પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ બનાવ સ્થળે પહોચી ગયા હતા અને આ બનાવ અંગેની તપાસ ચાલુ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle