બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દર વર્ષે વિશ્વના ધનાઢ્ય લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવે છે. ફોર્બ્સ દર વર્ષે ભારતની ધનાઢય મહિલાઓની યાદી પણ જાહેર કરે છે. આ યાદીમાં ભારત સૌથી પૈસાદાર મહિલાઓને સમાવવામાં આવે છે. ભારતમાં જે મહિલાઓ વર્ષ 2019માં ધનાઢ્ય હતી. એમના જ નામ આ વર્ષે પણ યાદીમાં ટોપ પર રહ્યા છે ત્યારે જાણો કોણ છે એ 5 મહિલાઓ જે દેશની સૌથી પૈસાદાર મહિલાઓમાંથી એક છે.
સાવિત્રી જિંદાલ:
ઓપી જિંદાલ ગ્રુપની સાવિત્ર જિંદાલ આ યાદીમાં ટોપ પર છે. ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદીમાં પણ 19માં ક્રમ પર આવે છે તથા મહિલાના યાદીમાં પ્રથમ ક્રમ પર છે. સાવિત્રી જિંદાલ ઓપી જિન્દાલ ગ્રુપની પ્રમુખ છે તથા એમની સંપત્તિ વર્ષ 2019ની સરખામણીમાં કુલ 13.8%નો વધારો થયો છે. જિંદાલ ગ્રુપ સ્ટીલ, પાવર, સીમેન્ટ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કામ કરી રહી છે.
કિરણ મજૂમદાર:
એમની સંપત્તિમાં પણ આ વર્ષે ખુબ મોટો વધારો થયો છે. નેટવર્થનાં મામલામા એ ભારતની બીજી સૌથી ધનાઢ્ય મહિલા છે. એમની સંપત્તિમાં ગત વર્ષ કરતા આ વર્ષે કુલ 93.28%થી વધારો થઈને કુલ 33,639 કરોડ રૂપિયા થઇ ગઇ છે. મજૂમદાર શો બોયોટેક કંપની બોયોકોનમાં ચેરમેન તથા MD છે. આની સાથે જ એ IIM બેંગલુરુની અધ્યક્ષ રહેલી છે. એમની કંપની ડાયાબિટીઝ તથા કેન્સર જેવી ગંભીર બિમારી માટેની ઇન્સ્યુલિન બનાવે છે.
વિનોદ રાય ગુપ્તા:
આ યાદીમાં વિનોદ રાય ગુપ્તા ત્રીજા નંબર પર રહેલાં છે. એમની સંપત્તિમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષ કરતાં એમની સંપત્તિ કુલ 3,291 કરોડ રૂપિયાનો ઘટાડો થઈને કુલ 25,961 કરોડ રૂપિયા થઇ ગઇ છે. વિનોદ રાય ગુપ્તાના પતિ કીમત રાય ગુપ્તાએ વર્ષ 1958માં ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ બિઝનેસની શરૂઆત કરી હતી. આ કંપનીની પાસે પોતાની કુલ 12 ફેક્ટરી છે. આની સાથે જ કુલ 40 દેશોમાં કામ કરી રહી છે.
લીના તિવારી:
આ યાદીમાં લીના તિવારી ચોથા ક્રમ પર આવે છે. લીનાની સંપત્તિ વર્ષ 2019માં કુલ 14,041 કરોડથી વર્ષ 2020માં કુલ 21,939 થઇ ગઇ છે. આ વર્ષે એમની સંપત્તિમાં કુલ 56.35% નો ઉછાળો જોવા મળ્યો છે. લીના તિવારી USV ઇન્ડિયાની પ્રમુખ છે. જેને એમના પિતા વિઠલ ગાંધીએ વર્ષ 1961માં શરૂઆત કરી હતી. એમની કંપની ડાયબિટિક તથા કાર્ડિયોવૈસ્કુલરની દવાઓ બનાવી રહી છે. વર્ષ 2018માં એમની કંપનીએ જર્મનીની જેનેરિક દવાઓ બનાવતી કંપની જૂટા ફાર્માનું અધિગ્રહણ કર્યું હતું.
મલ્લિકા શ્રીનિવાસન:
આ યાદીમાં પાંચમાં નંબર પર મલ્લિકા શ્રીનિવાસનનું નામ આવે છે. વિશ્વમાં ત્રીજી તથા ભારતમાં બીજી સૌથી વધારે ટ્રેક્ટર બનાવતી કંપની ટેક્ટર્સ એન્ડ ફાર્મ ઇક્વિપમેન્ટ લિમિટેજની તે ચેરપર્સન છે. દેશની સૌથી ધનાઢ્ય લોકોની કંપનીમાં એમનું નામ 58 માં ક્રમ પર છે. એમની સંપત્તિ કુલ 17,917 કરોડ રૂપિયા છે તથા ટફે દર વર્ષે કુલ 1.5 લાખ ટ્રેક્ટર ખરીદી છે. કંપની કુલ 100થી વધારે દેશોમાં વેપાર કરી રહી છે. ભારત સરકાર પણ એમને પદ્મશ્રીથી સન્માનિત કરી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle