હરિયાણા રાજ્યમાં માનવતાને શરમાવી દે તેવું કૃત્ય બહાર આવ્યુ છે. અહીંયા એક મહિલાને એક વર્ષ કરતા વધારે સમય સુધી શૌચાલયમાં બંધ રાખવામાં આવી. મહિલાનાં પતિ પર આક્ષેપ છે કે, તેણે એક વર્ષ કરતા વધારે સમય સુધી પોતાની પત્નીને શૌચાલયમાં બંધ રાખી હતી. આ બનાવ હરિયાણા પાણીપતનાં સનોલીની છે. રિપોર્ટ મુજબ અપરાધી પતિ પત્નીને મારતો હતો તેમજ તેને જમવાનું પણ નહોતો આપતો.
બહાર આવતાની સાથે માંગ્યુ ભોજન બનાવ સામે આવ્યા પછી જિલ્લા સંરક્ષણ અધિકારી રજની ગુપ્તાએ સનોલી પોલિસ પાસેની મદદ માંગી. પોલીસની મદદથી મહિલાને કેદમાંથી મુક્ત કરી હતી. મહિલા જ્યારે શૌચાલયમાંથી બહાર આવી તો તેણે સૌથી પ્રથમ જમવાનું માંગ્યુ. મહિલાને બહાર કાઢ્યા પછી તેને નવડાવી, બંગડીઓ પહેરાવી તેમજ મહિલાએ લિપસ્ટીક પણ માંગી. આટલા લાંબા સમય સુધી શૌચાલયમાં બંધ રહેવાનાં લીધે મહિલાનાં પગ સીધા થઈ શકતા ન હતા. મહિલાની આવી હાલત જોઈને કોઈની પણ આંખો ભીની થઈ જશે.
આશરે દોઢ વર્ષથી કેદ કરેલી મહિલાનો આરોપ છે કે, 35 વર્ષનો રામરતિનાં પતિ નરેશે મહિલાને આશરે દોઢ વર્ષ સુધી શૌચાલયમાં બંધ કરીને રાખી હતી તેમજ તેને દિવસમાં ખાલી એક જ વખત જમવા માટે બહાર કાઢવામાં આવતી હતી. રજની ગુપ્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમને આ બાબતે સૂચના મળી હતી તે પછી અમે નરેશનાં ઘરે પહોંચ્યા, ત્યારે નરેશ પોતાનાં મિત્રો સાથે પત્તા રમતો હતો. અમે તેેને રામરતિ અંગે પૂછ્યુ તો તેણે કોઈ પણ જવાબ ન આપ્યો. તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી તો તે અમને તેના ઘરના પહેલા માળે લઈ ગયો તેમજ શૌચાલયનો દરવાજો ખોલ્યો ત્યાં રામરતિ બંધ થયેલી હતી.
રામરતીનું શરીર હાડપિંજરમાં ફેરવાય ગયું હતું. રામરતી શૌચાલયમાં ગંદા કપડામાં હતી, શરીરનાં હાડકાં દેખાતાં હતા. બહાર નીકળતાની સાથે જ તે મહિલાએ રોટલી માંગી. મહિલા જમી અને કેદમાંથી આઝાદ થવાની ખુશી તેનાં ચહેરા ઉપર સ્પષ્ટ રીતે દેખાતી હતી. નરેશે કહ્યું કે, 10 વર્ષ અગાઉ રામરતિનાં પિતા તેમજ ભાઈનું મૃત્યુ થઈ ગયુ હતુ તે પછીથી રામરતિ માનસિક રીતે બિમાર રહે છે. મને એ ડર હતો કે, તે ક્યાંય જતી ન રહે અથવા તે કોઈને નુકશાન ન કરે તે માટે તેને શૌચાલયમાં બંધ કરીને રાખતો હતો. ઉપરાંત, જ્યારે તેની પાસેથી ઈલાજનાં કાગળ માંગ્યા તો તેણે 3 વર્ષ અગાઉનાં કાગળો બતાવ્યા. આ વિશે સ્ટેશન પ્રભારી સુરેન્દ્ર સિંહે આરોપી વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. અને આરોપીની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle