સુરતની કરુણ ઘટના: PUBG રમવા રીચાર્જના પૈસા ન આપતા દીકરાએ ગરીબ બાપની પીઠમાં ઘુસાડી દીધું ચપ્પુ

સુરતમાંથી અવાર-નવાર ચપ્પુના ઘા મારી હત્યાની ઘટનાને અંજામ આપતી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે  લિંબાયતમાં પિતા પાસે ફોનમાં પબજી ગેમ (PUBG Game) રમવા 20 વર્ષિય દીકરાએ 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ ન આપતા દીકરાએ ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોટો ભાઈ અનીલ

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ નજીક જવાહર મહોલ્લામાં રહેતા 52 વર્ષિય ભાઈલાલ કારાભાઈ માળીને બે દીકરા છે મોટો દીકરો અનીલ અને નાનો ઉમેશ.ગુરૂવારે રાત્રે ઉમેશે તેના પિતા પાસે મોબાઇલમાં પબજી રમવા 500 રૂપિયા માંગ્યા હતા. પિતાએ આપવાની ના પાડતા ઉમેશે ઝગડો શરૂ કરી પિતાને માથામાં અને પેટના નીચેના ભાગે ચપ્પુ મારી દીધું હતું.

મૂળ ભરૂચના જંબુસરના મોદરા ગામના વતની અને સુરતમાં લીંબાયત મહાનગરપાલિકાની સ્કૂલની સામે જવાહર મહોલ્લો પ્લોટ નં.1 માં પત્ની દરિયાબેન અને મજૂરીકામ કરતા બે પુત્ર અનિલ-ઉમેશ સાથે રહેતા 52 વર્ષીય ભાઈલાલભાઈ કારાભાઇ માળી ડ્રાઇવર તરીકે કામ કરે છે.

ફરીયાદી પિતા

મોટો દીકરા તેમજ અન્ય લોકોએ ઉમેશને સમજાવ્યો ત્યારે ઉમેશે પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. ભાઈલાલને તેમની દીકરી સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. પિતાએ ઉમેશ વિરુદ્ધ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *