અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ન્યુકોટન ચાર રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયુ.અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. ઘટનાને પગલે રોષે ભરાયેલા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો.
ઘટના સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકત્ર થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. અને ટોળાને વિખેરવા કામગીરી હાથ ધરી હતી. મહિલા છૂટક મજૂરી કરવા ઘરેથી નિકળી હતી. ત્યારે આ ઘટના બની. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રૂટ પર બસ ઓવર સ્પિડમાં હતી જેથી આ પ્રકારના અકસ્માત સર્જાય છે.
AMTSની બસે એક મહિલાને અડફેટે લીધી હતી. AMTS બસની ટક્કરના કારણે મહિલા રોડ પર પડી ગઈ હતી અને તેના પર બસનું ટાયર ફરી વળ્યું હતું, જેના કારણે ઘટના સ્થળે જ મહિલાનું કમકમાટીભર્યું મોત નિપજયુ છે. આ મહિલાનુ નામ ગીતાબેન દેવીપૂજક છે, જેમની ઉંમર 55 વર્ષ હતી.
આ સમગ્ર ઘટના બનતાની સાથે જ ઘટના પર લોકોના ટોળે ટોળા એકત્રિત થતા પોલીસ કાફલો બોલાવાયો હતો. આ ઘટનામાં લોકોને જોઈને AMTS બસને મુકીને ડાયવર કન્ડકટર ફરાર થઈ જઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા, જ્યારે બસના મુસાફરો અકસ્માતની ઘટનાને લઈને બસમાંથી ઉતરી ગયા હતા.
બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ મેં બ્રેક મારી હતી પરંતુ કમનશીબે મહિલાની બસના આગળની સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ભાગ દોડ કરવા લાગ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle