વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) બે દિવસીય મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. તેઓ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા પણ ગયા હતા. અહીં દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વડા પ્રધાન કેવડિયા પહોંચ્યા જ્યાં તેમણે ‘આરોગ્ય વન’નું ઉદ્ઘાટન કર્યું.
Gujarat: PM Narendra Modi inaugurates ‘Ekta Mall’ and Children Nutrition Park in Kevadia. pic.twitter.com/ZxLJRRB5hI
— ANI (@ANI) October 30, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે બે દિવસીય મુલાકાતે ગુજરાત પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, તેઓ કેવડિયા અને અમદાવાદ વચ્ચે દરિયાઇ હવાઈ સેવા સહિતના અનેક પ્રોજેક્ટ શરૂ કરવાના છે. આ અગાઉ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા.
#WATCH: Prime Minister Narendra Modi arrives at Ahmedabad. He is on a 2-day visit to Gujarat. pic.twitter.com/oYOlDie8w5
— ANI (@ANI) October 30, 2020
તેઓ ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પરિવારને મળવા ગયા હતા. ગુરુવારે સવારે 92 વર્ષીય પટેલનું અવસાન થયું હતું. તે લાંબા સમયથી બીમાર હતા. આ સાથે પ્રધાનમંત્રી સ્વ.મહેશભાઇ અને નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી.
Gujarat: Prime Minister Narendra Modi takes a tour of ‘Arogya Kutir’ at the ‘Arogya Van’ in Kevadia.
The park has hundreds of medicinal plants and herbs and also provides information about their usage and importance. pic.twitter.com/p1IQaUuo3u
— ANI (@ANI) October 30, 2020
આવતીકાલે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને 2 દિવસ દરમિયાન 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે
Gujarat: Prime Minister Narendra Modi takes a tour of ‘Arogya Van’ in Kevadia after inaugurating it.
The park has hundreds of medicinal plants and herbs and also provides information about their usage and importance.
CM Vijay Rupani and Governor Acharya Devvrat also present. pic.twitter.com/ZRODmTocLn
— ANI (@ANI) October 30, 2020
જંગલ સફારી:
વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે.જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે. આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે.
Gujarat: Prime Minister Narendra Modi inaugurates ‘Arogya Van’ in Kevadia, Narmada district. pic.twitter.com/7dwUx0x3Tm
— ANI (@ANI) October 30, 2020
આરોગ્ય વન:
માનવિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે.આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.
Gujarat: Prime Minister Narendra Modi takes a tour of ‘Arogya Van’ in Kevadia, Narmada district.
The park has hundreds of medicinal plants and herbs and also provides information about their usage and importance.
CM Vijay Rupani and Governor Acharya Devvrat also present. pic.twitter.com/dQOZ6rjIPR
— ANI (@ANI) October 30, 2020
એકતા મોલ અને ચિલ્ડ્રન ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
એકતા મોલ એ વિવિધ રાજ્યોની હસ્તકલાઓ અને સ્પેશિયલ કારીગરો, મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને રાજ્યની ઓળખ ગણાતી વસ્તુનો શોપિંગ મોલ છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ચિલ્ડ્રન પાર્કની વિઝીટ કરનાર બાળક પૌષ્ટિક વસ્તુ જાણતો થશે. ટિકિટનો દર 300 રૂપિયા છે.
#WATCH: PM Narendra Modi pays last tribute to Keshubhai Patel, Former Chief Minister of Gujarat, at the latter’s residence in Gandhinagar.
Keshubhai Patel passed away yesterday. pic.twitter.com/opkQeCzHpr
— ANI (@ANI) October 30, 2020
કેકટર્સ ગાર્ડન અને એકતા નર્સરી
દેશનું પ્રથમ એક ગાર્ડન છે જેમાં દેશ વિદેશના કાંટાળા રંગ બેરંગી છોડ છે. એકતા નર્સરીમાં 10 હજાર કરતા વધુ પ્લાન્ટ તૈયાર કરાયા છે. જે પ્રવાસીઓ માટે વેચાણમાં મૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle