સરકાર એક તરફ “બેટી બચાવો બેટી પઢાવો” ની વાતો કરે છે ત્યારે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ અમદાવાદના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી એ એક મહિલાને ઢોર માર માર્યો. થાવાણીએએ પાણીની રજૂઆત કરવા માટે આવેલી મહિલા સાથે અશોભનીય વર્તન કરતાં જાહેરમાં માર માર્યો હતો જેનો વીડિયો સોશિયલ મીડીયામાં વાઈરલ થયો છે.
થાવાણીએ જે મહિલા સાથે દુરાચાર કર્યો તેનું નામ નીતુ તે જવાની છે અને તેઓ સંધ્યાબેન ના નામે ઓળખાય છે. તેમના વિસ્તારમાં પાણીની પાઈપલાઈન કપાઈ જતી હોવાથી તેઓ કોર્પોરેટર કિશોર થાવાણીએ પાસે ફરિયાદ લઈને ગયા.કિશોર થાવાણી સમસ્યાનો ઉકેલ તો ન લાવ્યા પરંતુ તેઓ મહિલા સાથે ગાળાગાળી કરવા લાગ્યા અને તેમના પતિ ને માર માર્યો.
કિશોર થાવાણીએ ધારાસભ્ય બલરામ થાવાણીના ભાઈ છે. કિશોર થાવાણી દ્વારા અપમાનજનક વર્તન થયા બાદ મહિલાઓ ધારાસભ્ય બલરામ થાવાણીના કાર્યાલય પહોંચી. કાર્યાલયમાં ધારાસભ્યો તો હાજર ન હતા પરંતુ તેમના માણસો હતા. તે માણસોએ મહિલા સાથે અપમાનજનક વર્તન કર્યું અને ગાળાગાળી કરી. મહિલાનું કહેવું છે કે તેઓએ તેમને ગંદા ગંદા ઇશારા પણ કર્યા.
થોડી જ વારમાં ધારાસભ્ય બલરામ થાવાણી ઘટનાસ્થળે પહોંચ્યા. થાવાણીએ પોતાની ગાડીમાંથી ઉતરી સૌપ્રથમ તો મીડિયાવાળા નો કેમેરો નીચે ફેંકી દીધો. ત્યારબાદ થાવાણીએ પોતાના માણસો સાથે મહિલાને ઢોર માર માર્યો. મહિલાને માર ખાતા જોઈ તેમના પતિ પણ તેમના બચાવ માટે આવ્યા પરંતુ તેમને પણ ધારાસભ્ય અને તેમના માણસો દ્વારા તેમને પણ માર મારવામાં આવ્યો. બલરામ થાવાણીએ મહિલાને તેમના મોં પર લાત મારી જેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
2017 માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ થાવાણી ને ધારાસભ્યને ટીકીટ મળવાથી તેમની જ પાર્ટીના ચાર કોર્પોરેટર રોષે ભરાયા હતા. અને કોર્પોરેટરોએ રાજીનામું આપવા સુધીની પણ વાત કરી દીધી હતી. એક વાત તો નિશ્ચિત છે કે થાવાણીની ગુંડાગર્દી થી જનતા નહીં પરંતુ તેમને પાર્ટીના લોકો પણ પરેશાન છે.
એક ન્યૂઝ ચેનલને થવાની એ જણાવ્યું કે આ ઘટના પહેલેથી જ તેમના વિરુદ્ધ કાવતરું હતું અને તેઓ દ્વારા ભૂલથી મહિલા અને મોં પર પગ પડી ગયો. ગુજરાતની ભાજપ સરકાર હવે કયા મોંઢે મહિલા સશક્તિકરણની વાતો કરશે ? શું મહિલા ને ન્યાય મળશે ખરો ? શું ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય બલરામ થાવાણીને સજા કરશે ખરી ? શું તંત્ર નિષ્પક્ષ રીતે કામગીરી બજાવશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.