ગુજરાત: થોડા જ સમયમાં લગ્ન હતાને, આજે ભયંકર અકસ્માત સર્જાતા થયું કરુણ મોત – જાણો કયાની છે આ ઘટના

સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે ત્યારે ગુજરાતમાં આવેલ ભાવનગરમાંથી હાલમાં એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભાવનગરનાં તળાજા પાવઠી રોડ પર છકડો રીક્ષા તથા બાઈકની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં બાઈકસવાર યુવાનનું મોત થયું હતું.

જ્યારે છકડામાં સવાર કુલ 3 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે તળાજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. મૃતક યુવકના દિવાળી પછી લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે આજે યુવકનું કરુણ મોત નીપજતાં સમગ્ર પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જો કે, અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

ઇજાગ્રસ્ત કુલ 3 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. મળેલ જાણકારી પ્રમાણે તળાજામાં આવેલ શેળાવદર ગામમાંથી મજુરોને છકડો રીક્ષામાં બેસાડી તળાજા બાજુ આવી રહ્યો હતો ત્યારે તળાજામાં પાવઠી રોડ પર છકડો રીક્ષા તથા બાઈકની વચ્ચે અકસ્માત થયો હતો.

સખવદર ગામમાં રહેતો માત્ર 20 વર્ષીય સંજયભાઈ મગનભાઈ શિયાળ નામના બાઈકચાલકનું અવસાન થયું હતું. આની સાથે જ છકડામાં સવાર કુલ 3 લોકોને ઈજા થતાં સારવાર માટે તળાજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સંજયભાઈનું મોત નિપજયાના સમાચાર એમના પરિવારજનોને મળતા ગમગીની છવાઈ ગઈ હતી.

દિવાળી પછી મૃતક યુવક તેમજ એની 2 બહેનોના લગ્ન નક્કી થયા હતા :
સખવદર ગામમાં રહેતો તેમજ તળાજામાં કપડા સિલાઈનું કામ કર માત્તોર 20 વર્ષીય સંજયભાઈ મગનભાઈ શિયાળ નામનો યુવક બાઈક પર સખવદરથી તળાજા બાજુ જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં અકસ્માત સર્જાતાં અવસાન થયું હતું. ઘટનાની કરૂણતા એવી છે કે, સંજયભાઈ તેમજ એમની 2 બહેનોના દિવાળી બાદ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતાં. ઘરમાં લગ્નનો ઉત્સાહ તથા ઉમંગ ભરેલ માહોલ યુવકનું મોત થતાં માતમ છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *