સમગ્ર દેશમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આની સાથે જ ઘણી વખત તો નાની એવી બાળકીની સાથે પણ અત્યાચાર થતો હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.
ગુજરાતમાં પણ આવી જ કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે. આની સાથે જ ઘણીવાર પતિનાં આડા સંબંધ તો ક્યારેક પત્નીનાં આડા સંબંધની ઘટનાઓ સામે આવતી હોય છે. ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી થોડા સમય પહેલાં એક ઘટના સામે આવી હતી કે, જેમાં સસરાને કોઈ સાથે આડા સંબંધની શંકા થતાં સાસુ-જમાઇએ મળીને સસરાની હત્યા કરી નાંખી હતી.
સુરત શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં પત્ની તથા જમાઈની વચ્ચે આડા સંબંધ હોવાની શંકા રાખનાર સસરાની હત્યાના કેસમાં આજે શુક્રવારનાં રોજ કોર્ટ દ્વારા બંને આરોપી સાસુ-જમાઈને આજીવન કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે APP કિશોર વસોયાએ દલીલ કરી હતી.
અમરોલીમાં રહેતા કોદર ભગોરા પોતાની પત્ની શુકન ભગોરા તથા જમાઈ શિવા મહિડાની વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હતી તથા આ જ કારણને આગળ ધરીને પત્ની શુકનની સાથે ઘણીવાર ઝઘડો થતો હતો. શુકન મજૂરીકામ કરીને જે કમાણી કરતી હતી એ પણ પતિ કોદર લઇ લેતો હતો. 19 જુલાઇ, 2015નાં રોજ કોદરે ફરી ઝઘડો કરતા સાસુ-જમાઈએ એની હત્યા કરીને મૃતદેહ ખુલ્લા પ્લોટની પાસે ફેંકી અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle