કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો નરેન્દ્ર મોદી સાથે રહેલો છે ગાઢ સંબંધ – સમગ્ર ઘટના જાણીને ચોંકી ઉઠશો

આજરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું કોરોનાને કારણે અવસાન થયું છે ત્યારે એમનાં અવસાનને કારણે એમની સાથે સંબંધ ધરાવતા લોકો એમના સંસ્મરણો વાગોળી રહ્યા છે, ત્યારે વાત કરવી છે ગુજરાતમાં આવેલ અંકલેશ્વરના નરેન્દ્ર મોદી પરિવારની. અંકલેશ્વરના મોદી પરિવારના દીકરાને અહેમદ પટેલે શોધીને પરિવારને સોંપ્યો હતો.

દીકરો ગુમ થયાની જાણ અહેમદ પટેલે એજન્સીનો સંપર્ક કરીને શોધી કાઢ્યો :
અંકલેશ્વરમાં રહેતા નરેન્દ્ર મોદી શેરબજાર સાથે સંબંધિત છે. કુલ 5 વર્ષ અગાઉ એમનો દીકરો ઘરેથી ગુમ થઈ ગયો હતો. એની સતત 2 મહિના સુધી તપાસ કરવામાં આવી હતી. એમ છતાં એમનાં પુત્રની કોઈ જાણ ન થતાં નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સાંસદ અહેમદ પટેલનો મદદ માટે સંપર્ક કર્યો હતો.

સાંસદ અહેમદ પટેલે દિલ્હીમાં એજન્સીનો સંપર્ક કરીને મોદી પરિવારના દીકરાને શોધવા માટે કામે લગાવી હતી. છેવટે મોદી પરિવારનો પુત્ર દિલ્હી ખાતેથી ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરતાં મળી આવ્યો હતો તેમજ છેવટે પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું.

મારા દીકરાને 24 કલાકમાં જ અહેમદ પટેલે શોધી આપ્યો :
અંકલેશ્વરના શેરબ્રોકર નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, મારો દીકરો રાજકોટ કોલેજથી બારોબાર દિલ્હી જતો રહ્યો હતો. જેથી અમે તુરંત જ દિલ્હી પહોંચી ગયા હતા. જ્યાં અહેમદ પટેલે અમને ખુબ જ મદદ કરી હતી તેમજ ACP ક્રાઇમને તપાસ સોંપીને માત્ર 24 કલાકમાં જ મારા દીકરાને શોધી આપ્યો હતો. આની સાથે જ પોતાના ખર્ચે તેઓએ રાજધાનની ટિકિટ બુક કરાવીને અમને ઘરે મોકલ્યા હતા. હું ભગવાનને પ્રાર્થના કરૂં છું કે, ભગવાન એમના આત્માને શાંતિ આપે.

પાલિકાના સભ્યો દિલ્હી ગયા અને રોકાવાની સુવિધા ન થતાં અહેમદ પટેલે કરી વ્યવસ્થા :
સાંસદ અહેમદ પટેલ હંમેશાં પક્ષ, નાતજાત છોડીને કોઈપણ વ્યક્તિની મદદ કરવાં માટે આવતા હતા. આ દરમિયાન અંકલેશ્વર નગર પાલિકાના સભ્યો દિલ્હીના પ્રવાસે ગયા હતા. તે સમયમાં દિલ્હીમાં રાત્રિ રોકાણ માટે કોઈ બંદોબસ્ત થઈ શક્યો ન હતો. છેવટે સાંસદ પાસે મદદ માંગતા એમણે પોતાના મહેમાન સમજીને પાલિકાના સભ્યો માટે રહેવાની સુવિધા કરી આપી હતી.

પિરામણની અંતિમ મુલાકાત- પિરામણમાં જિલ્લાની સૌથી મોટી બ્લડ બેન્ક બનાવવાની ઈચ્છા : 
સાંસદ અહમદ પટેલ પોતાના માદરે વતન અંકલેશ્વરમાં આવેલ પિરામણમાં વર્ષ 2019ની 28 ડિસેમ્બરનાં રોજ આવ્યા હતા. ભાણેજના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે તેઓ અંકલેશ્વર આવ્યા હતા. અહમદ પટેલના પિતાને અંકલેશ્વર વાસીઓ ‘કાંતિ પટેલ’ના હુલામણા નામથી ઓળખતા હતા.

એમના નામે અંકલેશ્વરમાં ‘કાંતિ પટેલ હોલ’ બનાવવામાં આવ્યો છે.આની સાથે જ ત્યાં ભાણેજનો લગ્નપ્રસંગ યોજવામાં આવ્યો હતો. આ તબક્કે એમણે કાર્યકરો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એમણે અંકલેશ્વરમાં આ જ સ્થળે ખાતે ભરૂચ જિલ્લાની સૌથી મોટી બ્લડ બેન્ક ઊભી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *