ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી અને હાલમાં સોનગઢ તાલુકામાંથી સુમુલના ડિરેક્ટર કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ એકઠું થયું હતું. જેથી રાજ્યભરમાં આ સગાઈના વાઈરલ વીડિયોને જોઇને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હાઈકોર્ટે આ બાબતે જજ પારડીવાલાએ સરકારને પૂછ્યું હતું કે, તમારા એસપી એ વખતે ક્યાં હતા અને શું કરતાં હતાં. અને આ ટકોર બાદ આ મામલે પોલીસ હરકતમાં આવીને ધરપકડનો દોર શરુ કર્યો છે.
આ મામલે તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારએ કહ્યું કે, ઘટના સમયે હું રજા પર હતી. હાલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવી રહી છે અને એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહી.ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇનો મામલે કાંતિ ગામિત સહિત 18 સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ દ્વારા 308 હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની તપાસ સોંપાઈ છે. 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. મહત્વનું છે કે, કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે.
સોનગઢ પોલીસે આયોજકો અને તેમાં સંકળાયેલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો, પોલીસે આઈ પી સી કલમ 188, 269, 270 જી પી એ કલમ 131 એપેડેમીક એક્ટ કલમ 3, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 બી મુજબ ગુનો દાખલ, 18 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માં આવ્ય, જેમાં માજી મંત્રી કાંતિ ગામીત, પુત્ર જીતુ ગામીત, પાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ, પી આઈ સી કે ચૌધરી, કોન્સ્ટેબલ નિલેશભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે
ધરપકડ કરાયેલાના નામ: કાન્તીભાઇ રેશ્માભાઇ ગામીત- માજી મંત્રી તથા ધારાસભ્ય, વિનોદભાઇ અનંતરાય ચંદાત્રે – નગરપાલિકા- કોર્પોરેટર, કેવીનભાઇ ગીરીશભાઇ દેસાઇ – (ભા.જ.પ. કાર્યકર), જીતેન્દ્રભાઇ કાન્તીભાઇ ગામીત – (માજી મંત્રી/ધારાસભ્યના પુત્ર – સરપંચ), મહેન્દ્રભાઇ મોહનભાઇ ચૌધરી – રસોઇયા, અલ્પેશભાઇ શંકરભાઇ ગામીત – બેન્ડવાળા, રમેશ ગંગાજી ગામીત – મંડપ સર્વીસ, મીતેષ ગામીત – વીડિયોગ્રાફર, હિરલકુમાર વીરસીંગભાઇ ગામીત- રહે. પાથરડા, દીપેશભાઇ મુકેશભાઇ ગામીત – રહે. કિકાકુઇ, હરેશભાઇ રમણભાઇ ગામીત – રહે. રૂપવાડા
મિતેશભાઇ ઠાકોરભાઇ ગામીત – રહે. જામણકુવા, સુરેશભાઇ શુક્કરીયાભાઇ ગામીત- રહે. જામણકુવા, ગુરજીભાઇ ડુટીયાભાઇ કોટવાળીયા- રહે. નાના બંધારપાડા, મંગાભાઇ બાબુભાઇ ગામીત – રહે. તાડકુવા, વ્યારા, અમીતભાઇ મણીલાલભાઇ ગામીત – રહે સીગીઆમલી ફળીયુ, વ્યારા, એ.હે.કો. નીલેશભાઇ મણીલાલભાઇ – હાલ નોકરી- વ્યારા પો.સ્ટે., પો.ઇ. સી.કે. ચૌધરી – વ્યારા.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ તુલસી વિવાહ યોજાયા હતા. તુલસી વિવાહની સાથે તેમની પૌત્રીની સગાઈ પણ હતી. જીતુ ગામીત કાર્યક્રમના આયોજક હતા તેમની સામે ફરિયાદ દાખલ કરીને ફરિયાદમાં હવે 308ની કલમ ઉમેરવામાં આવી છે. જે નોન બેલેબલ(બિનજામીનપાત્ર) છે. હાલ કાંતિ ગામિત સામે પણ અટકાયતી પગલાં લેવામાં આવ્યાં છે. જે પણ દોષિત પૂરવાર થશે તેની સામે પગલાં લેવામાં આવશે.
આ ઘટનાને પગલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોનું વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.કાંતિ ગામિતે સોનગઢ પોલીસ સ્ટેશન પહોંચી પોતાની ભૂલ થઇ હોવાનું સ્વીકાર્યું. પોલીસે કાંતિ ગામિત અને ગામના સરપંચ જીતુ ગામિત સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle