ઘરકંકાસથી કંટાળીને પત્નીને ગળે ટૂંપો આપી બોડીને કોથળામાં પુરીને પતિ ફરાર

ગુજરાતમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની સાથે જ આત્મહત્યાની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એકવાર સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે. મળેલ જાણકારી પ્રમાણે સુરતનાં પુણા વિસ્તારમાં આવેલ મુક્તિધામ સોસાયટીમાં રહેતા એક મકાનના ટેરેસ પરની રૂમમાં રહેતા લક્ષ્મણ લિંબારામ ચૌધરીના લગ્ન કૌશલ્યા નામની યુવતીની સાથે થયા હતા.

તેઓ કુલ 3 મહિના અગાઉ જ રાજસ્થાનથી સુરતમાં રહેવા માટે આવ્યા હતા. લક્ષ્મણભાઇએ લગ્ન કરવા માટે રાજસ્થાનના એક દલાલને કુલ 3 લાખ રૂપિયા આપ્યા હતા તેમજ ત્યારબાદ લગ્ન કર્યા હતા. જો કે, લગ્નના બીજા દિવસથી પત્ની કૌશલ્યાનો ત્રાસ સતત વધતો ગયો હતો.

નાની-નાની વાતોમાં ઝઘડા કરીને પતિ લક્ષ્મણને માનસિક ત્રાસ આપી રહી હતી. આની સાથે જ  ઘણીવાર ઘર મુકીને બીજે કઈક ભાગી જશે તેવી ધમકી આપતી હતી. લગ્ન થયા ત્યારથી જ પત્ની કૌશલ્યા વારંવાર ઝઘડો કરીને ઘર છોડીને ભાગી જવાની ધમકી આપતી હતી.

પત્નીના ત્રાસથી કંટાળીને છેવટે લક્ષ્મણે પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પત્નીનાં મૃતદેહને કોથળામાં પુરીને ઘરમાં જ મુકી દઇને લક્ષ્મણ ભાગી ગયો હતો. 24 કલાક મૃતદેહ પડી રહેતા દુર્ગંધ આવવાનું શરૂ થઇ ગયુ હતુ. મકાનમાં નીચે રહેતા પાડોશીએ શુક્રવારે બપોરના સમયે પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો.

તપાસ કરતા રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અ ઘટના અંગે પોલીસે આસપાસના CCTV કેમેરા ચેક કરતા લક્ષ્મણ કામરેજ તરફ ફરાર થઈ ગયો હોવાનું ધ્યાન ઉપર આવ્યું છે. હાલમાં તો પોલીસે પત્નીને હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.

કોથળાની અંદરથી એક કાગળ પણ મળી આવ્યો:
વ્યક્તિ આત્મહત્યા કરતા પહેલા જેવી રીતે સ્યુસાઇડ નોટ લખે છે તે જ રીતે હત્યાની આ ઘટનામાં હત્યા કરતા પહેલા એક કાગળ લખવામાં આવ્યો હતો. મૃતકની ડેડબોડીની સાથે પોલીસને એક કાગળ મળી આવ્યો હતો. જેમાં પતિ લક્ષ્મણે ઘરકંકાસમાં પત્નીની હત્યા કરી હોવાની વિગતો લખવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *