આજની યંગ જનરેશન મોબાઈલનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવા લાગી છે. અત્યારે સ્કૂલ બંધ હોવાથી બાળકો ઓનલાઈન ભણી રહ્યા છે. ભણવાની સાથે ટિનએજર બાળકો સોશિયલ મીડિયા પણ વાપરે છે. ત્યારે અમદાવાદની ધોરણ 10માં ભણતી એક સગીરાને સોશિયલ મીડિયા એપ પર સંપર્કમાં આવેલા 4 શખસ તેને ભોળવીને માઉન્ટ આબુ લઈ ગયા હતા. જોકે પોલીસ આબુ જઈને તમામને અમદાવાદ લઈ આવી છે. ત્રણ દિવસથી સગીર ગુમ હતી.
ગઈ 17મી ડિસેમ્બરે સાંજે દીકરીને અજાણ્યો શખસ લાલચ આપીને લઈ ગયો હોવાની સગીરાના પરિવારે ફરિયાદ કરી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરુ કરી હતી. તપાસ કરતા સગીરા અન્ય 4 વ્યક્તિ સાથે ફરવા ગઈ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ માઉન્ટ આબુ જઈને ત્યાંથી સગીરા અને બે આરોપીઓ યશ બારોટ અને નિલય શાહને પકડયા હતા.
સોશિયલ મીડિયા એપ સ્નેપ ચેટ પર ધોરણ 10માં ભણતી એક સગીરા 4 લોકોના સંપર્કમાં આવી હતી. તેમની દોસ્તી થતાં સગીરા ભોળવાઈ ગઈ હતી અને ત્રણ દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારે પોલીસનો સંપર્ક કરતાં પોલીસે તેને આબુમાંથી શોધી કાઢી હતી. તેની સાથે બે વ્યક્તિ પણ ઝડપાયા છે. યશ બારોટ અને નિલય શાહ નામના બે વ્યક્તિને પોલીસે પકડયા છે. આરોપીઓ અને સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હોવાનું પીઆઈ વી.જે. જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle