દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે. મોડાસા શહેરના બાયપાસ રોડ ઉપર વારંવાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જાય છે. જેના પગલે અનેક વખત સર્કલ બનાવવાની માંગ ઉઠી છે. તેમ છતાંય તંત્ર નિંદ્રાધિન હોય હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઇ નથી.
સોમવારે સવારે પણ શહેરના માલપુર રોડ ઉપર સહયોગ ચોકડી પાસે ટ્રકની ટક્કરે સગર્ભા યુવતીનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ગોઝારા બનેલા આ માર્ગ ઉપર સર્કલ બનાવવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી.
મોડાસાની સહયોગ ચોકડી પર ટ્રકની ટક્કરથી એક્ટિવા પર પસાર થઈ રહેલા દંપતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાલાસિનોર રહેતા કૃપાબેન ભાવસાર અને તેમના પતિ પાર્થ ભાવસાર મોડાસા આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ દરમિયાન, ગંભીર ઈજાઓને કારણે સગર્ભા યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સહયોગ ચોકડી પર વારંવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે વધુ એક અકસ્માતમાં સગર્ભા યુવતીનું મોત થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. જેના કારણે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો.
અકસ્માત મામલે મોડાસામાં માલપુર રોડ પર આરાધના સોસાયટીમાં રહેતા ભરતકુમાર નટવરલાલ ભાવસારે ફરિયાદ નોંધાવી હતી. એક્ટિવા પર બેઠેલા 24 વર્ષીય કૃપાબેન પાર્થ ભાવસારના શરીરે ઇજાઓ થતાં મોત થયું હતું. હતું અને 20 ફૂટથી વધુ ઘસડાઈ હતી. અકસ્માત સર્જીને કેન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle