મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર સર્જાતાં હોય છે. ઘણીવાર માર્ગ અકસ્માત તો એટલાં ભયંકર હોય છે કે, અનેક લોકોના મોત થતાં હોય છે. માર્ગ અકસ્માતમાં પરિવારજનોનું મોત થવાંથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળતો હોય છે. આવા જ એક માર્ગ અકસ્માતને લઈ હાલમ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
સુરેન્દ્રનગરમાં આવેલ ઝમર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પર તેમજ લોંડિગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા પછી ડમ્પર સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. જેને કારણે શોકનો માહોલ ફરી વળ્યો છે.
અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત :
મળી રહેલ જાણકારી પ્રમાણે સુરેન્દ્રનગરમાં આવેલ ઝમર ગામના પાટિયા નજીક ડમ્પર તથા લોડિંગ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. ડમ્પર તથા ટ્રક વચ્ચે એટલી જોરદાર અથડામણ થઇ હતી કે, આ અકસ્માતમાં અન્ય કેટલાક વ્યક્તિઓને પણ ઇજા પહોંચી છે.
હાલમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, થોડા સમય પછી ડમ્પર સળગી ઉઠ્યું હતુ. જો કે, ડમ્પર સળગતા હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયેલો જોવા મળી તેમજ ટ્રાફિકને થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle