સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ગુજરાતમાંથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમ પણ આવી જ એક ઘટનાનાં સમાચાર મોરબી જીલ્લામાંથી સામે આવી રહ્યાં છે.
હળવદ ગામના એક વિસ્તારમાં એકલી રહેલી ફક્ત 11 વર્ષીય બાળાની એકલતાનો લાભ લઈને એક વ્યક્તિએ એનાં ઘરમાં ઘૂસીને બાળકીનું બાવડું પકડીને છેડતી કરતા તેણીએ બૂમાબૂમ કરી હતી. જેથી પાડોશીઓ દોડી આવ્યા હોવાંથી તેઓએ આ શખ્સની ધોલાઈ કરીને પોલીસને હવાલે કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની વિરુદ્ધ પોકસો અંતર્ગત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બાળા ઘરે એકલી હતી ત્યારે નજર બગાડી :
હળવદના એક વિસ્તારમાં રહેતા સામાન્ય પરિવારની ફક્ત 11 વર્ષીય દીકરી ઘરે એકલી હતી. જેમાં તેના માતાપિતા કોઈ કામ માટે બહાર ગયા હતા. જેથી એકલી રહેલી બાળા પર નજર બગાડીને ધ્રાગંધ્રામાં આવેલ ફૂલગલી ગામમાં રહેતા સાહિલભાઈ સલીમભાઈ ઘાંચી નામનો શખ્સ તેની ઘરમાં ઘૂસ્યો હતો. આ શખ્સે બાળાનું બાવડું પકડીને જાતીય હુમલો કરતા ઓચિંતી આવી હરકતથી બાળકી ફફડી ઉઠી હતી.
બાળકીએ બૂમો પાડતા લોકો એકત્ર થયા:
જેને કારણે આજુબાજુના લોકો બાળકીના ઘરે દોડી આવ્યા હતા. અણી સાથે જ બાળકીની છેડતી કરનાર એ શખ્સની જાહેરમાં ઘોલ ધપાટ કરીને તેની શાન ઠેકાણે લાવી દીધી હતી. ત્યારબાદ પોલીસને બોલાવીને તેને હવાલે કરી દીધો હતો.
આ ઘટના અંગે બાળકીની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરીની એકલતાનો લાભ લઇ છેડતી કરી બીભત્સ બોલી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle