સુરતમાં અંગત અદાવતમાં મિત્રએ મિત્ર ઉપર ચપ્પુ ના ઘા જીકી કરી કરપીણ હત્યા – જુઓ વિડીયો

ગુજરાતમાં અવાર-નવાર અંગત અદાવતમાં હુમલા કરવામાં આવતા રહે છે. નહીવત બાબતમાં પણ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતના (Surat) કતારગામ વિસ્તારમાં આવી જ એક ઘટના સામે આવી છે. વેડરોડ પર મિત્રએ જ પોતાના મિત્રની ચપ્પુ ના ઘા જીકી હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.

સુરતના ચોક બજાર પોલીસની હદમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. સોસાયટીમાં અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થતા યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં પરેશ કોષ્ટી નામના યુવાનની હત્યા થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. આ હત્યા નવીન દ્વારા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમજ હત્યારો નવીન મૃતકનો મિત્ર હોવાની વાત સામે આવી છે. મૃતક પરેશ એક વર્ષ જેલમાં રહીને આવ્યો છે અને તે તેમના માતા-પિતાનો એકનો એક દીકરો હતો.

સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો, બપોરે ત્રણ વાગે નવીન નામના વ્યક્તિ સાથે મૃતક પરેશની બોલાચાલી થઈ હતી અને પરેશે શું જોઈ છે એમ કહેતા વાત ઝઘડા સુધી પહોંચી ગઈ હતી. જોકે સાથી મિત્રો વચ્ચે પડી બન્નેને છૂટા પાડી ઘરે મોકલી આપ્યા હતા. ત્યારબાદ નવીન એના માણસો સાથે 3:30 વાગે ત્રિવેણી સોસાયટી નજીકના ચાર રસ્તા ઉપર દોડી આવ્યો હતો. એના હાથમાં ચપ્પુ જોઈ પરેશ અને એના મિત્રોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પરેશ પકડાય જતા એને બન્ને જાંગમાં અને છાતી પર એમ ત્રણ ઘા મારી દેવાતા પરેશ જીવ બચાવી ભાગ્યો હતો અને એક ઘરમાં ઘુસી ગયો હતો. એટલું જ નહીં પણ હુમલાખોર નવીન 7 માણસો સાથે આવ્યો હોવાનું અને માથાભારે છાપ ધરાવે છે.

જોકે, આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ ગઈ છે. હાલમાં આ વ્દીયો સોશ્યલ મીડિયા પણ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, એક યુવક ચપ્પુ વડે બીજા યુવક ઉપર હુમલો કરી રહ્યો છે. હાલમાં પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે.

ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, અંગત અદાવત માં મિત્રએ મિત્ર ની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, બે દિવસ પહેલા જ સુરત શહેરના વરાછા વિસ્તારમાં બે યુવકો ફાટેલી નોટ લઈને કરિયાણાની દુકાન પર માલ સામાન લેવા માટે ગયા હતા. પરંતુ ફાટેલી નોટ હોવાના કારણે દુકાનદારે વસ્તુ આપવાની ના પાડી હતી. જેના કારણે બે યુવકોએ દુકાનદારને છરી મારીને હત્યા કરી હતી.

પોલીસે આરોપી ઝુબીર ઝાકિર શેખ અને શાહરૂખની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ અમરદીપ ગુપ્તા છે. અમરદીપ લાંબા હનુમાન રોડ પર રહેતો હતો અને વરાછા વિસ્તારમાં તેની સાઈડ શોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *