મધ્યપ્રદેશમાં ક્રુરતાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સીંધીમાં આધેડ વૃદ્ધ મહિલા પર ચાર લોકોએ બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન ખંડવામાંથી હજી એક 14 વર્ષની કિશોરી પર બળાત્કાર અને હત્યાનો મામલો સામે આવ્યો છે.
ખાંડવા જિલ્લામાં એક દુકાનદાર દ્વારા 14 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ દરમિયાન તપાસ કરતા તેનો મૃતદેહ તેની દુકાનની છત પરથી મળી આવ્યો હતો. ઘટના બાદ આરોપી દુકાનદાર ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ સોમવારે બપોરે સગીરા કરિયાણાની દુકાનમાં બિસ્કીટ ખરીદવા ગઈ હતી. બે કલાક વીતી ગયા પછી પણ તે ઘરે પરત ફરી ન હતી.
આરોપ છે કે, કરિયાણાની દુકાનદારે તેને લાલચ આપી અને પછી સગીરા બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. કિશોરની શોધખોળ દરમિયાન પરિવારજનો ગામ લોકો સાથે દુકાન પર પહોંચ્યા ત્યારે દુકાનને તાળું મારેલું જોવા મળ્યું હતું.
ત્યારબાદ, જ્યારે દુકાનની આજુબાજુ સંશોધન દરમિયાન કેટલાક લોકોએ ટેરેસ પર તપાસ કરી ત્યારે દરેકના હોશ ઉડી ગયા હતા. સગીરાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં એક ખૂણામાં પડ્યો હતો. ડેડબોડી જોઇને પરિવારની હાલત કફોડી થઈ ગઈ હતી અને તેઓ રડવા લાગ્યા હતા. મૃતક યુવતી 9મા વર્ગની વિદ્યાર્થીની હતી.
બનાવની માહિતી મળ્યા બાદ ધનગાંવ પોલીસ એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને કેસની તપાસમાં જોડાઈ હતી. એસપી વિવેકસિંઘ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે આરોપી દુકાનદારની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી તેની પત્ની સાથે દુકાન નજીક ભાડાના મકાનમાં રહેતો હતો અને હત્યામાં પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે, આના એક દિવસ પહેલા મધ્યપ્રદેશના સીધીમાં ચાર લોકોએ આધેડ મહિલા સાથે ગેંગરેપ કર્યો હતો અને ત્યારબાદ પીડિતાના ખાનગી ભાગમાં લોખંડનો સળીયો નાખી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle