હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક પ્રશ્ન શેર કર્યો હતો તેમજ લોકોને તેનો જવાબ આપવા માટે જણાવ્ય હતું. શેર કરવામાં આવેલ પોલમાં, પ્રશ્ન એ હતો કે “આ ટ્રેનમાં કેટલા કન્ટેનર રાખવામાં આવ્યા છે? કૃપા કરીને તેમને ગણતરી કરો અને જવાબ આપો.
જાણો શું-શું મળ્યા જવાબ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રશ્ન શેર કરીને લખ્યું હતું કે, કોઈ જવાબ છે ? PM નરેન્દ્ર મોદીના આ પ્રશ્ન પર લોકો વિવિધ પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકો કન્ટેનરની સંખ્યા જણાવી રહ્યા છે તેમજ કેટલાક લોકો જણાવે છે કે, આ ભારતની અર્થવ્યવસ્થાને પાંખો આપવા માટે પૂરતા છે. કેટલાક લોકો આ કોરિડોર માટે PM નરેન્દ્ર મોદીનો આભાર પણ માની રહ્યા છે.
હાલમાં PM નરેન્દ્ર મોદીએ લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનને આપી લીલી ઝંડી :
આપને જણાવી દઇએ કે, PM નરેન્દ્ર મોદીએ ગુરૂવારનાં રોજ પશ્ચિમી સમર્પિત માલવહન ગલિયારાથી કુલ 205 કિમી લાંબા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર ખંડને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતાં. ન્યૂ અટેલીથી ન્યૂ કિશનગઢ માટે વિશ્વના સૌપ્રથમ ડબલ સ્ટેગ લોન્ગ હોલ કન્ટેનર ટ્રેન ઓપરેશનને લીલી ઝંડી આપવામાં આવી છે. વીડિયો કોન્ફરન્સના માધ્મયથી આયોજીત આ સમારોહમાં રેલવે મંત્રી પીયૂસ ગોયલ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર તથા હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નાયારણ આર્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
દેશનો ઝડપી વિકાસ કોરિડોર :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગને રાષ્ટ્રીય રાજધાની શ્રેત્ર, હરિયાણા તથા રાજસ્થાનના ખેડુતો, ઉદ્યોગસાહસિકો, વેપારીઓ માટે નવી તકો પૂરી પાડનાર ગણાવતાં જણાવ્યું હતું કે, ‘સમર્પિત ફ્રેટ કોરિડોર’ પૂર્વીય અથવા તો પશ્ચિમી, ફક્ત નૂર ટ્રેનો માટે આધુનિક માર્ગ નથી. તેમણે કહ્યું, ‘આ દેશના ઝડપી વિકાસના કોરિડોર છે. “
કેટલાક દિવસ અગાઉ પૂર્વી કોરિડોર ન્યૂ ભાઉપુર-ન્યૂ ખુર્જા ખંડની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, હવે ત્યાં માલગાડીઓની સ્પીડ કુલ 90 કિમી પ્રતિ કલાક નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, જે રસ્તામાં માલગાડીઓની ગતિ 25 કિમી પ્રતિ કલાક રહી ત્યાં હવે ત્રણ ગણી ઝડપથી માલગાડી ચાલવા લાગી છે.
steel>rubberpic.twitter.com/lcIPOvpcaA
— Gareth Dennis (@GarethDennis) January 7, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle