હાલમાં એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્રખ્યાત ખેલાડી હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડ્યાના પિતાનું આજે વહેલી સવારમાં રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાં અવસાન થયું હતું. સવારમાં હૃદયરોગનો હુમલો થતાં ક્રિકેટર બંધુના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું અવસાન થયું હતું. જેને લીધે કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી-20 ટુર્નામેન્ટ છોડી રવાના થયો છે. જ્યારે હાર્દિક 12.30ની ફ્લાઈટમાં હાર્દિક મુંબઈથી આવશે.
હાર્દિક-કૃણાલના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી :
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાયનાન્સનો વેપાર કરી રહ્યાં હતા. જો કે, થોડા સમય પછી વર્ષ 1998માં તેમના પિતા વેપાર બંધ કરીને વડોદરા જવા માટે મજબૂર થયા હતા. આ સમયે હાર્દિક પંડ્યા ફક્ત 5 વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશા પોતાના બંને દીકરાઓને નજીક બેસાડી મેચ દર્શાવતા હતા.
આર્થિક તંગી હોવા છતાં દીકરાઓને ક્રિકેટ એકેડમીમાં એડમિશ અપાવ્યું હતું :
હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડ્યાને પિતાએ આર્થિક તંગી હોવા છતાં કિરણ મોરેની એકેડમીમાં એડમિશન અપાવ્યું હતું. હાર્દિક પંડ્યા ધોરણ-9માં ફેલ થયો હતો. ત્યારપછી તેણે સમગ્રપણે ક્રિકેટ પર ધ્યાન આપવા માટે અભ્યાસ છોડી દીધો હતો. હાર્દિક ફક્ત 17 વર્ષનો હતો ત્યારે તેની પાસે પોતાની ક્રિકેટ કિટ પણ ન હતી. બંને ભાઈઓએ અંદાજે 1 વર્ષ સુધી બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી ક્રિકેટ કિટ લઈને કામ ચલાવ્યું હતું.
IPLમાં હાર્દિક-કૃણાલની પસંદગી પછી પરિવારનું જીવન બદલાયું :
અંડર-19 ક્રિકેટ વખતે હાર્દિક તથા કૃણાલ પાસે પૈસા રહેતા ન હતા. જેને લીધે તે ઘણીવાર મેગી ખાઈને પણ કામ ચલાવતા હતા. આ દરમિયાન હાર્દિકના પરિવારની સ્તિથી પણ કાંઈ ઠીક ન હતી. જો કે, IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ખરીદાયા પછી હાર્દિક તેમજ પરિવારનું જીવન બદલાઈ ગયું હતું. ત્યારપછી તે સતત શાનદાર પ્રદર્શન કરતો રહ્યો તેમજ ભારતીય ટીમમાં જગ્યા બનાવી લીધી છે.
હાર્દિકની ઘરે પુત્રનો જન્મ થતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી :
ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની પત્ની નતાશા 6 મહિના અગાઉ આણંદમાં આવેલ આકાંક્ષા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. હાર્દિકની પત્ની નતાશાએ દીકરીને જન્મ આપ્યો હોવાના ખુશ ખબરી સાંભળીને માતા-પિતા આણંદમાં હોસ્પિટલમાં પહોંચી ગયા હતા તેમજ ખુશી વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle