કેટલીકવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, કોઈ વ્યક્તિને યોગ્ય સારવાર ન મળતા એનું મોત થયું હોય ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના રાજ્યમાંથી સામે આવી રહી છે. વિકાસના શિખરો સર કરતા ભારતમાં પશ્ચિમ રેલવેની બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં વાપીની મહિલાનું છાતીમાં અચાનક દુખાવા પછી સારવાર વિના મોત થયું હોવાનો ચોંકાવનાર ઘટના સામે આવી છે.
વહેલી સવારમાં 5 વાગે બનેલી આ ઘટના પછી સુરતમાં આવેલ ભેસ્તાન રેલવે સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપીને એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સિવિલમાં લઈ આવતા ડોક્ટરોએ મીરાબેન માળી નામની મહિલાને મૃત જાહેર કરી દેતા સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને મુસાફરી કરતા પ્રવાસીને સમયસર સારવાર ન મળી :
વાપીથી જલગાવ જઇ રહેલ મૃતક મીરાબેનના માસૂમ બાળકોએ જણાવ્યું હતું કે, માતાને છાતીમાં અચાનક દુખાવો થયા પછી બીજા મુસાફરો ખેંચ આવી છે જણાવીને કાંદા-ચપ્પલ સુગાડવાનું સૂચન કર્યું હતું. જ્યારે મમ્મી ‘ડોક્ટર કો બુલાવો’ની બુમો પાડતી હતી.
પત્નીના મોતને નજરે જોનાર પીડિત પતિ જણાવે છે કે, જો ટ્રેનમાં રિઝર્વેશન કરાવીને મુસાફરી કરતા પ્રવાસીઓની માટે ઇમરજન્સી સેવામાં આવતી તબીબી સેવા સમયસર ન મળી રહે તો સમગ્ર દેશનો આ વિકાસ કોઈ કામનો ન કહેવાય. આ એક દુ:ખદ ઘટના છે.
કોઈ મદદ ન મળી એ જ પત્નીનું મોતનું કારણઃ પતિ
વાપી-સેલવાસમાં આવેલ બ્રહ્માંડ એપાર્ટમેન્ટમાં મૂળ મહારાષ્ટ્રમાં આવેલ જલગાવના 42 વર્ષીય મીરાબેન અશોકભાઈ માળી પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં કુલ 2 બાળકો તેમજ પતિ છે. પતિ વાપીની કંપનીમાં નોકરી કરે છે. લોકડાઉન પછી સૌપ્રથમ વાર માત્ર 10 દિવસ માટે વતન જવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેને લીધે બાંદ્રા-ગોરખપુર ટ્રેનમાં રિઝર્વેશનમાં H-4 કોચમાં ટિકિટ બુકિંગ કરાવી હતી. વાપીથી સવારમાં 3:30 વાગે ટ્રેનમાં બેઠા હતા. આ દરમિયાન સુરતમાં આવેલ ભેસ્તાન રેલવે સ્ટેશન આવે એનાં 15 મિનિટ અગાઉ છાતીમાં દુઃખાવો થયો હતો. ભેસ્તાન સ્ટેશન પર ઉતર્યા પછી 10 મિનિટ પછી 108 આવી હતી. પતિએ જણાવ્યું હતું કે, કોઈ મદદ ન મળી એ જ પત્નીનું મોતનું કારણ રહેલું છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle