માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. પાટડી તાલુકામાં આવેલ વણોદ ગામના 2 બ્રાહ્મણ ભાઇઓ બાઇક લઇને બેચરાજી તરફ જઇ રહ્યાં હતા. આ દરમિયાન નાવિયાણી તથા મેરા ચોકડી નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે આવી રહેલ કાર તથા બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
ક્સંતની આ ઘટનામાં નાના ભાઇની નજર સામે જ મોટા ભાઇનું મોત થયું હતુ. જ્યારે નાનો ભાઇ મહેસાણા હોસ્પિટલમાં જીવન મરણની વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ દસાડા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અંગેનો ગુન્હો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાટડી તાલુકામાં આવેલ વણોદ ગામમાં રહેતા 52 વર્ષીય હરેશભાઇ કાંતિભાઇ પંડ્યા તથા એમના 46 વર્ષીય નાના ભાઇ મનોજ કાંતિભાઇ પંડ્યા દરબારી ગોર મહારાજ તરીકે બ્રાહ્મણ વિધી કરાવવાનું કામ કરીને જીવન ગુજારી કરી રહ્યાં છે. રવિવારનાં બપોરે આ બંને ભાઇઓ માર્કેટમાં ખરીદી કામ અર્થે બાઇક લઇને વણોદથી બેચરાજી ગામમાં જઇ રહ્યાં હતા.
સાંજના સમયે સામેથી સામાજિક પ્રસંગમાંથી પાછાં ફરી રહેલ પુરઝડપે આવતી કારચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાંવતા નાવિયાણી મેરા ચોકડી નજીક કાર તથા બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મનોજભાઇ કાંતિભાઇ પંડ્યાની નજર સામે જ એમના મોટા ભાઇ હરેશભાઇ કાંતિભાઇ પંડ્યાને હાથે, પગે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળ પર મોત થયું હતુ.
જ્યારે મનોજભાઇ કાંતિભાઇ પંડ્યાને પણ ગંભીર ઇજા પહોંચતા એમને પ્રાથમિક સારવાર માટે બેચરાજી સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા પછી હાલત નાજૂક જણાતા એમને આગળની સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાલમાં તેઓ ગંભીર હાલતમાં જીવન-મરણની વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ દસાડા પોલીસ મથકના PSI જી.એન.શ્યારા, નવિનભાઇ રાવલ તથા દાનુભાઇ રંજીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળ પર પહોંચીને હરેશભાઇ કાંતિભાઇ પંડ્યાનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપીને કાર ચાલકની વિરૂદ્ધ અકસ્માતનો ગુન્હો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle