હાલમાં ફરી એક વાર 9 વર્ષીય સગીર યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મનો પ્રયાસ કરવાનો કેસ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી ત્રણ આર્મીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, આ જવાનોમાંથી એક જવાન કાશ્મીરનો સ્થાનિક રહેવાસી છે. જ્યારે અન્ય બે જવાન અન્ય રાજ્યોના છે. જોકે આ મામલે સૈન્ય તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
સાક્ષીઓ અને પોલીસને મળેલી માહિતી પ્રમાણે, 9 વર્ષની બાળકી ઉત્તર કાશ્મીર જિલ્લાના ચેવા વિસ્તારની છે. બાળકના પરિવારજનોની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ સંબલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 341, 363, 511 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તિ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.
તેમણે ટ્વીટ કર્યું, ‘બાંદીપોરાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે 3 સૈનિકોએ 9 વર્ષની બાળકીનું અપહરણ અને છેડતીનો પ્રયાસ કર્યો છે. મુફ્તીએ આ ટ્વીટમાં પોલીસ તંત્ર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે લખ્યું, ‘તેમના પરિવારને એફઆઈઆર પરત લેવા માટે મજબુર કરવામાં આવે છે. તે ન્યાય સાથેની મજાક છે અને નિષ્પક્ષ તપાસ તુરંત શરૂ થવી જોઈએ, જેથી તેમને કડક સજા મળી શકે.
બંદીપોરાના એસએસપી રાહુલ મલિકે જણાવ્યું હતું કે, 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ મામલો ‘સંવેદનશીલ’ હોવાને કારણે તેની ઓળખ જાહેર થઈ નથી. તેમણે કહ્યું, ‘અમે ફરિયાદી અને આરોપી બંનેની ઓળખ ગુપ્ત રાખી છે. જો આરોપી સામે આરોપો ઘડવામાં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું.
મલિકે પુષ્ટિ આપી છે કે, સ્થાનિક લોકોની ફરિયાદ પર ત્રણેય સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું, “દરેક બાબતે તપાસ કરવામાં આવશે.” યુવતીના પિતાએ સ્થાનિક સમાચાર એજન્સી કાશ્મીરવાલાને જણાવ્યું હતું કે, સાક્ષીઓએ તેમને જાણ કરી હતી કે ત્રણેય શખ્સો મારૂતિ અલ્ટો કાર દ્વારા આવ્યા છે અને યુવતીને કારની અંદર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીના પિતાએ કહ્યું, “તેઓ કારમાં ત્રણ જુદી જુદી નંબર પ્લેટ રાખતા હતા.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle