આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 31 જિલ્લા- 231 તાલુકા પંચાય (Taluka Panchayat) તો અને 81 નગરપાલિકા (Nagarpalika)ઓની સામાન્ય ચૂંટણીઓ માટે રવિવારે 2 કરોડ 98 લાખ 29 હજાર 645માંથી 1 કરોડ 95 લાખ 71 હજાર 184 મતદારોએ મત આપ્યો હતો. તાજેતરમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી તેમાં સુરત મહાનગરપાલિકમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો મેળવીને બધાને ચોંકાવી દીધા છે. અને હવે જિલ્લા, તાલુકા અને પાલિકા ચૂંટણીઓના આજના પરિણામમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.
ગુજરાત માં જ્યારે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી યોજાઈ તેમાં સાથે સુરેન્દ્રનગર જિલ્લા ના લીંબડી નગર પાલિકા નો પણ સમાવેશ થાય છે ત્યારે લીંબડી માં ટોટલ ૭ વોર્ડ માં ભારતીય જનતા પાર્ટી ને રાષ્ટ્રીય કોંગ્રેસ ના ઉમેદવારો સાથે કાંટા ની સિધ્ધિ ટક્કર જોવા મળતી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી ના ૭ વોર્ડ ના ઉમેદવારો જંગી બહુમતી થી જીત્યા હતા ને લીંબડી ભાજપ એ લીંબડી નગર પાલિકા માં કોંગ્રેસ ને ખાતું પણ ખોલવા દીધું ના હતું ને લીંબડી ભાજપે કોંગ્રેસ મુક્ત લીંબડી નગર પાલિકા બનાવી જોવા માં આવતો આ ભારતીય જનતા પાર્ટી એ કોંગ્રેસ ના વોર્ડ ન ૪ ૬ ને ૭ માં પણ ગાબડા પાડી ને ઐતિહાસિક જીત હાંસલ કરી ને ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર જીત્યા બાદ ઉમેદવારો ને તેમના સમર્થકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવ્યા ત્યારે વોર્ડ નંબર ૪ ના વિજયસરઘસ માં ઉમેદવાર ના ટેકેદારો દ્વારા. ડીજે ના તાલે ઝુમી ઉઠ્યા હતા ને રૂ ૧૦ ૧૦ ની નોટુ નો વરસાદ વરસાવામાં આવ્યો હતો
ગત સપ્તાહે 6 મ્યુ. કોર્પોરેશન (Corporation)ના ચૂંટણી પરીણામો જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્ય (Local Body Election)ની સંસ્થાઓમાં બીજા તબક્કે પાલિકા- પંચાયતની 8261 બેઠકો માટે 2જી માર્ચને મંગળવારની સવાર આઠ ક્લાકથી રાજ્યમાં 542 સ્થળેથી 845 હોલમાં મતગતણરી શરૂ થઈ ગઈ છે. જેમાં આમ આદમી પાર્ટીએ ફરી એકવાર પરચો દેખાડ્યો છે. જૂનાગઢમાં બંધાળા તાલુકા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિલાસબેન વાળા વિજેતા બન્યા છે. હવે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી આ ચૂંટણીઓમાં કેવું પરિણામ મેળવે છે. મતદારોને આકર્ષવામાં સફળ રહે છે કે નહીં.
ગત રવિવારના રોજ યોજાયેલ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૂરતમાં સપાટો બોલાવી ગુજરાતની જનતાને ચોંકાવી દીધા હતાં. સૂરતની 120 બેઠકોમાંથી 27 ઉપર આમ આદમી પાર્ટીએ ઝાડુ ફેરવી દેતા ભલભલા ચૂંટણી દિગ્ગજો ચોંકી ઉઠ્યા હતાં. હવે જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ પોતાનું ખાતુ ખોલાવી દીધું છે.
કાલાવડ તા.પં.ની બેરાજામાં AAPનો વિજય પતાકા લહેરાવી દીધી છે. કાલાવડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં બેરાજા બેથક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. આમ આદમી પાર્ટીએ સૂરત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ પોતાની હાજરી નોંધાવી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને ડેપ્યુટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ સૂરત ઉપરાંત રાજકોટમાં પણ જંગી રોડ શો કર્યો હતો. જેની અસર હવે ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં દેખાવવા લાગી છે. 231 તાલુકા પંયાયતોની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે તેના પરિણામનો દિવસ છે. ત્યારે ભાજપ જીતશે કે કોંગ્રેસ તે જોવાનું રહેશે. આ સાથે આમ આદમી પાર્ટી પણ આ વખતે કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર છે.
અત્રે ઉલેખનીય છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી. આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં નવી રાજનીતિ રજૂ કરવા બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો. તેમણે કહ્યું, જે કામ ભાજપ 25 વર્ષમાં નહોતું કર્યું, અમે 5 વર્ષમાં કર્યું. તમે અમને ગુજરાતમાં 5 વર્ષ આપો, તમે ભાજપના 25 વર્ષ ભૂલી જશો. રોડ-શોમાં મહાનગર પાલિકા અને જનમેદનીનાં પરિણામો જોયા પછી મને લાગે છે કે, આગામી સમયમાં ગુજરાતની અંદર કંઈક આશ્ચર્યજનક થવાનું છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટીની જીતની ચર્ચા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં થઈ રહી છે. ગુજરાતની જનતા સંદેશ આપવા માંગે છે કે હવે તેઓ આ બંને મોટી પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસથી કંટાળી ગયા છે. એક પક્ષ તુષ્ટિકરણનું રાજકારણ કરે છે અને બીજો પક્ષ નફરતની રાજનીતિ કરે છે. આમ આદમી પાર્ટી રાજકારણ કરવા નથી આવી, અમે ફક્ત કામ કરવા આવ્યા છીએ. અમે દિલ્હીમાં શાળાઓ, કોલેજો, હોસ્પિટલો બનાવી અને લાખો લોકોને નોકરી આપી. આ અગાઉ તેમણે AAP ના કાઉન્સિલરો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું જેમણે મહાપાલિકાની ચૂંટણી જીતી હતી અને વિજય માટે અભિનંદન આપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle