ગુજરાતમાં દરેક વ્યક્તિ જન્મની સાથે જ 53 હજારના દેવા સાથે જન્મે છે- નીતિન પટેલે કર્યો સ્વીકાર

વિકસીત રાજ્ય ગુજરાતના જાહેરદેવામાં સતત વધારોને વધારો જોવા મળ્યો છે. ભાજપના રાજમાં પ્રત્યેક ગુજરાતીના માથે અંદાજે રૂપિયા 53 હજારનું દેવુ છે. જયારે ગુજરાત રાજ્યનું જાહેર દેવુ પણ વધીને રૂપિયા 2,67,650 કરોડ સુધી થયુ છે. ગુજરાત વિધાનસભામાં સરકાર દ્વારા જાહેર દેવાના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. તે મુદ્દે વિપક્ષ દ્વારા એવી પ્રતિક્રિયા મળી છે કે, ભાજપ સરકાર ગુજરાતને દેવાળિયુ રાજ્ય બનાવી દેશે.

એક બાજુ, ભાજપ સરકાર વિકાસના બણગાં ફુંકી રહી છે ત્યારે બીજી બાજુ, દેવુ કરીને ઘી પીવા જેવો ઘાટ સર્જાયો છે. આ વર્ષે પણ ગુજરાત સરકાર વધુ રૂપિયા 50,751 કરોડનું દેવુ કરશે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પૂછેલાં સવાલના જવાબમાં નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યના જાહેર દેવાને લઇને એવું સ્વિકાર કરવામાં આવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં દેવામાં રૂપિયા 55,060 કરોડનો વધારો થયો છે. દર વર્ષે લગભગ રૂપિયા 27 હજાર કરોડ દેવામાં વધારો નોંધાયો છે.

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં મુદ્દલ પેટે રૂપિયા 32,087 કરોડ ચૂકવ્યા હતાં જયારે વ્યાજ પેટે રૂપિયા 38,399 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. વર્ષ 2020-21માં રાજયના દેવાનું કદ રૂપિયા 2,88,910 કરોડ જેટલુ વિશાળ હતું. રાજ્યના દેવામાં રૂપિયા 46,766 કરોડનો વધારાનો અંદાજ હતો. જેમાં રૂપિયા 15 હજાર કરોડનો વધારો કરી દેવુ સુધારી રૂપિયા 61,268 કરોડ કરવામાં આવ્યુ છે જેના કારણે વર્ષ 2020-21માં રાજય સરકારનું દેવુ 2.96 કરોડનું રહે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.

આ દરમિયાન વર્ષ 2020-21માં રાજયનુ જાહેરદેવુ વધીને 3,50,000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. આમ, રાજ્ય સરકારના બજેટ કરતાં પણ સરકારનું જાહેર દેવુ રૂપિયા 1.34 લાખ કરોડ વધુ હશે તેવો અંદાજ છે. દરેક ગુજરાતીના માથે રૂપિયા 48 હજારનું દેવુ હતુ તે વધીને હવે અંદાજિત રૂપિયા 53 હજાર થવાનો અંદાજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *