સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ, અહિયાં ક્લિક કરી કરો LIVE દર્શન

મહાશિવરાત્રી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે, ભોલેનાથના ઉપાસકો તેમની પૂજાથી ઇચ્છિત ફળ મેળવી શકે છે. જો , આ વર્ષે આ શિવનો તહેવાર વધુ વિશેષ બનવા જઈ રહ્યો છે. મહાશિવરાત્રીનો તહેવાર 11 માર્ચે છે અને જ્યોતિષીઓ અનુસાર 101 વર્ષ પછી આ તહેવાર પર વિશેષ સંયોગ બનવા જઇ રહ્યો છે.  ત્યારે આજે વહેલી સવારથી સોમનાથ મંદિર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજી રહ્યું છે.

મહાશિવરાત્રી પવન દિવસે સોમનાથમાં મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાંઇનો લાગી છે. સમગ્ર રાજ્યનાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરોની બહાર લાંબી લાઇનો સોશિયલ ડિસ્ટન્સ સાથે જોવા મળી રહી છે. સોમનાથ મંદિર વહેલી સવારથી ‘બમ બમ ભોલે’, ‘ઓમ્ નમ: શિવાય’ના નાદથી ગુંજી ઊઠ્યું છે. સોમનાથમાં મહાદેવનાં દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. શિવરાત્રીના મહાપર્વએ સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના થઇ રહયા છે. દેવાધિદેવ મહાદેવને અભિષેક સાથે સુંદર શણગાર સજાવાયા છે સવારથી મંગળા આરતીમા ભાગ લેવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. મહાશિવરાત્રી પર્વે ભક્તોની ભીડને ધ્યાને રાખીને આજે સવારથી સળંગ ૪ર કલાક સુધી સોમનાથ મંદિર ખુલ્લુ રહેશે.

હાલમાં કોરોનાના કેસમાં ઝંગી વધરો થયો છે ત્યારે કોરોનાની ગાઈડલાઇન્સને અનુસરીને ભાવિકોને મંદિરમાં પ્રવેશ કરતી વખતે દરેક ભક્તોએ માસ્ક ફરજિયાત રખાયુ છે. તેમજ સેનેટાઈઝ ટનલમાંથી પસાર થયા બાદ મંદિરમાં પ્રવેશની વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત લાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે ગોળ રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે. દર્શન બાદ લોકો મંદિરમાં જાજો સમય ઉભા ન રહે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં શિવરાત્રિ નિમિત્તે ચાર પ્રહરની આરતી થતી હોય છે. જેમાં રાત્રે નવ વાગ્યે પ્રથમ પ્રહરની, રાત્રે બાર વાગ્યે બીજા પ્રહરની, રાત્રે બે વાગ્યે ત્રીજા પ્રહરની અને પરોઢે ચાર વાગ્યે ચોથા પ્રહરની આરતી થશે.

શિવરાત્રીના પાવન પ્રસંગે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. આરતી સમયે દ્વાર ખુલતાની સાથે જ દેવાધિદેવના અલૌકીક દર્શન કરતા જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિવરાત્રી પર્વની અનોખી ઉજવણી જોવા મળી રહી છે. શ્રાવણ મહિના અને શિવરાત્રી દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે આ વર્ષે કોરોનાને કારણે ઓછા લોકો ભખ્તો જોવા મળી રહ્યા છે.

શિવરાત્રીના પાવન પ્રસંગે ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ભક્તો રુદ્રી, રુદ્રાષ્ટક પાઠ, શિવ મહિમ્ન સ્તોત્ર કરશે. જ્યોતિર્લિંગ સોમનાથમાં બુધવાર મોડી રાતથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી, ગુજરાતમાં સૌથી વધુ આકર્ષણ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું હોય છે. આજે દિવસ પર્યંત વૈદિક પૂજાઓ, અભિષેકાત્મક લઘુરુદ્ર, રુદ્રી, બીલીપત્ર, સંકલ્પ પૂજાઓ યોજાઈ રહ્યાં છે. ભક્તો બીલીપત્ર, શેરડીનો રસ, પંચામૃત, દૂધ મિશ્રિત જળ, કાળા તલ, આંબળાં લઈને શિવલિંગએ ચડાવી રહ્યા છે. ​​​​​

અત્રે ઉલેખનીય છે કે, શિવરાત્રિ નિમિત્તે જ્યોતિર્લિંગ સોમનાથમાં ચાર પ્રહરની આરતી થતી હોય છે, જેમાં રાત્રે 9ના પ્રથમ પ્રહરની, રાત્રે 12ના બીજા પ્રહરની, રાત્રે 2ના ત્રીજા પ્રહરની અને પરોઢે 4ના ચોથા પ્રહરની આરતી થશે અનેક ભક્તો શિવરાત્રિના ઉપવાસ પણ કરતા હોય છે, જેના કારણે શક્કરિયા, સૂરણ, બટાટાં તેમજ ફ્રૂટ્સના ભાવમાં રવિવારથી જ અમદાવાદમાં હજારો કિલોગ્રામ ભાંગનું વેચાણ થશે. અવધૂત એવા શિવજીને ભાંગ ખૂબ જ પ્રિય છે. ભાવિકો નિજાનંદમાં લીન થઇને શિવજીની આરાધના કરવા માટે ભાંગનું સેવન કરે છે. અભિષેક વખતે પણ શિવજીને ભાંગ ધરાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *