હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. નગરપાલિકામાં હાલમાં પ્રમુખ સહિતનાં હોદ્દેદારોએ પદ ગ્રહણ કરીને સત્તા સંભાળી હતી. નવા પ્રમુખ બનેલ શિતલ કોટડીયાનાં સાસુ ગત ટર્મમાં સભ્ય રહી ચુક્યા છે. જો કે, ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના ઉમેદવારી માટેનાં નવા માપદંડોને લીધે મુક્તાબેનની ટિકિટ કપાતા તેમનાં પુત્રવધુ શિતલબેનની પસંદગી થઇ હતી.
શિતલબેન વિજય બનતા હાલમાં તેમની પ્રમુખ તરીકે વરણી થઇ છે. શિતલબેન જીત્યા ત્યારે તેમના સાસુએ તેમનું સ્વાગત કર્યું હતું તેમજ જણાવતાં કહ્યું હતું કે, મારૂ અધુરૂ સ્વપ્ન મારી પુત્રવધુએ પુર્ણ કર્યું છે. શિતલબેન ગોંડલ પાલિકાની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા.
શિતલબેને ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો છે. ઉપપ્રમુખ સંજીવ ધિણોજા સોનાનો વ્યાપાર કરે છે. તેઓ ધોરણ-10 સુધીનો અભ્યાસ કર્યો હતો. ગત્ત ટર્મમાં તેઓ ચૂંટણી હારી ચુક્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા હતાં તથા ઉપપ્રમુખ બન્યા હતા.
કારોબારી અધ્યક્ષ બનેલા ભરતસિંહ જાડેજા સૌપ્રથમવાર ચૂંટણી લડીને આ પદ પર આવ્યા છે. તેઓ પણ LLB સુધીની અભ્યાસ કરી ચુક્યા છે. મેડિકલ એજન્સીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગોંડલ પાલિકાની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું.
બધાં 44 બેઠકો કબ્જે કરી હતી. હાલમાં પ્રાંત અધિકારી રાજેશ આલની અધ્યક્ષતામાં યોજાયેલ ચૂંટણીમાં સૌપ્રથમ 2.5 વર્ષ મહિલા અનામત માટે હોય છે. પ્રમુખ તરીકે શિતલબેન કોટડીયા અને ઉપપ્રમુખ તરીકે સંજીવધિણોજાની સર્વાનુમતે વરણી થઇ હતી. વિપક્ષ વિનાની નગરપાલિકામાં બંન્ને હોદ્દેદારોની બિનહરીફ વરણી થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle