હાલમાં 3 મહિનાનો ધેર્યરાજ નામનો બાળક સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે એને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. એક બાજુ ધૈર્યરાજનો પરિવાર 16 કરોડના ઇન્જેક્શન માટે મદદ માંગી રહ્યો છે ત્યારે ધૈર્યરાજના પરિવારજનો મદદ માટે અપીલ કરવામાં આવી રહી છે.
આ અપીલથી પ્રેરણા લઇને થલતેજમાં વસતા પટેલ પરિવાર દ્વારા ધૈર્યરાજના જીવન માટે દાન કરવામાં આવ્યું છે. કારણ કે, થલતેજમાં વસતા સુનિલ પટેલના 24 વર્ષના એકના એક પુત્ર નિશીતનું હાલમાં જ અવસાન થયું છે. જેને લીધે અન્ય કોઈના દીકરો જીવ ન ગુમાવે એ હેતુથી દાન કર્યું છે.
પટેલ પરિવારે પુત્રના બેસણામાં આવેલ નાણાં ધૈર્યરાજસિંહ માટે અર્પણ કર્યા :
આ પટેલ પરિવારને એક બાજુ પુત્રના દુઃખદ નિધનથી પરિવારજનોમાં આઘાત-શોક તથા પીડા છવાઈ ગઈ છે ત્યારે આ પરિવાર દ્વારા ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં પુત્રના બેસણામાં તથા પુત્રના નીધન પછી પરિવારજનો દ્વારા મદદમાં મળેલ નાણાંને તથા અંગત મુડીનો ઉમેરો કરીને વધુમાં વધુ રકમનું દાનનું કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટમાં ધૈર્યરાજસિંહ માટે એક વ્યક્તિએ વીંટી આપી દીધી :
ધૈર્યરાજ માટે દાનની સરવાણી ફૂટી છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા માર્ગ પર ઉતરીને ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. આ સમયે એક વ્યક્તિએ દાનમાં પોતાની સોનાની વીંટી આપીને પોતાની ઉદારતા દાખવી હતી. આની સાથે જ આ દાન ગુપ્ત રાખવા માટે પોતાનું નામ તથા ગાડી નંબર પણ આપવાની મનાઇ કરી હતી. આ અંગે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી.
સુરતમાં કિન્નર સમાજે પણ ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું :
ધૈર્યરાજસિંહ એક ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. જેને મદદરૂપ થવા માટે સુરતનો કિન્નર સમાજ પણ આગળ આવ્યો છે. કિન્નર સમાજ દ્વારા પોતાના સભ્યો પાસેથી રૂપિયાની ઉઘરાણી શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ સભ્યો દ્વારા 65,000 જેટલી માતબર રકમ પણ એકત્ર કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle