હાલમાં મોરબીમાં ચકચારી લૂંટની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર 4 વાગ્યાની આસપાસ રૂપિયા ભરેલા થેલાની લૂંટ કરી લૂંટારુઓ ભાગી ગયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક નાકાબંધી કરીને લૂંટારુંઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ઘટનાના કલાકોમાં પોલીસની ટીમ દ્વારા લૂંટારુઓને કચ્છ જિલ્લામાંથી ઝડપી પડવામાં આવ્યા હતા. આગળની કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપરથી પસાર થતા આશીષસિંહ વાઘેલા નામના વ્યક્તિએ મોરબી પોલીસને જાણ કરી લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં યુવાનના જણાવ્યા મુજબ લૂંટારુઓ કાળા કાચવાળી સફેદ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા હતા.
ભોગબનનારને આંતરીને અચાનક જ આંખમાં મરચું છાટી તેની પાસે 7,84,500 જેટલા રૂપિયા ભરેલો થયેલો લૂંટી ભાગી ગયા હતા. યુવક મની ટ્રાન્સફરનું કામ કરતો હોવાથી તેની પાસે રૂપિયા હોવાની માહિતી અજાણ્યા ઈસમો પાસેથી જાણવા મળી હતી. જેથી આમાં કોઈ અજાણ્યો વ્યક્તિ હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.
જોકે, આ ઘટના હાઈ વે પર બની હોવાથી આજુબાજુ કોઈ સીસીટીવી ન હતા. જેથી પોલીસ દ્વારા હાલ મોરબી શહેરના આઉટ અને ઇન ગેટના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન ભોગબનનાર યુવકનું પણ નિવેદન લઈ આગળની તપાસ મોરબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ત્યારે ખરેખર લૂંટ થઈ છે કે નહીં? થઈ છે તો કેટલાની થઈ છે? તેમજ કોના દ્વારા થઈ છે? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા હાલ મોરબી પોલીસની જૂદી જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle