આપને ખબર જ હશે કે, પ્રખ્યાત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ એટલે અંકિતા લોખંડે હતી. હાલમાં એને લઈ એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી રહી છે.
TV તેમજ બોલિવૂડ એમ બંનેની સફર કરનારી અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ રહે છે. તેમની લેટેસ્ટ પોસ્ટ માટે ચાહકો ખુબ જ ઉત્સુક રહેતાં હોય છે. ચાહકો તેમનાં જીવન સાથે જોડાયેલ નાનામાં નાની વાત જાણવા માંગતાં હોય છે.
અંકિતા લોખંડેનું એક ઈન્ટરવ્યું ખુબ વાયરલ થયુ હતું. જેમાં અભિનેત્રીએ કાસ્ટિંગ કાઉચને લઈ મોટો ધડાકો કરી દીધો છે. તેણે કહ્યું હતું કે, ફિલ્મ પ્રોડ્યુસરે સમજૂતી કરવાનું જણાવ્યું હતું. આ ઈન્ટરવ્યુંમાં અંકિતા લોખંડે જણાવે છે કે, હું ફક્ત 19 વર્ષની હતી ત્યારે મને સાઉથની એક ફિલ્મ માટે બોલાવવામાં આવી હતી.
જ્યારે હું પહોંચી ત્યારે એક વ્યક્તિએ મને એક રૂમમાં બોલાવીને જણાવ્યું હતું કે, અમે તમને કંઈક પૂછવા માંગીએ છીએ. ત્યારબાદ એ વ્યક્તિએ જણાવ્યું હતું કે, તારે અમારી સાથે સમજૂતી કરવી પડશે. તો મેં પૂછ્યું કે, જણાવો ક્યા પ્રકારની સમજૂતી કરવી પડશે મારે? શું મારે પાર્ટીઓમાં જવું પડશે કે ડિનર માટે?
આ સમયે તે વ્યક્તિએ જવાબ આપતા જણાવ્યું કે, તારે પ્રોડ્યૂસરની સાથે સુવુ પડશે. આવું સાંભળીને અંકિતા ખુબ ગુસ્સે થઈ તેમજ તે વ્યક્તિને ન બોલવાની બોલવા લાગી હતી. તેણે જણાવ્યું હતું કે, તમારા પ્રોડ્યૂસરને સુવા માટે છોકરી જોઈએ છે ન કે કોઈ ટેલેન્ટેડ છોકરી.
અંકિતા લોખંડેએ વધુમાં જણાવતાં કહ્યું હતું કે, જ્યારે હું ત્યાંથી નિકળી તો તેણે મને સોરી કહ્યું હતું. આની સાથે જ જણાવ્યું હતું કે, હું મારી ફિલ્મમાં લેવાનાં પ્રયાસ કરીશ પણ મેં તેને મનાઈ કરીને જણાવ્યું હતું કે, તમે હવે ફિલ્મમાં લેવા માંગશો તો પણ હું ફિલ્મ કરીશ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle