સમાજમાં આપણને ઘણીવાર કેટલાંક અવનવાં તથ્યો જોવા મળતા હોય છે. હાલમાં પણ આવી કઈક જાણકારી રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી રહી છે. નાનપણમાં એટલે કે, ફક્ત 3 વર્ષની ઉંમરમાં ખોટી દવાને લીધે આંખોની રોશની ગુમાવી બેસનાર તેમજ પ્રજ્ઞાચક્ષુ ચેસ પ્લેયર દર્પણ ઇનાનીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
એક સામાન્ય વિદ્યાર્થી માટે પણ CAની ડિગ્રી મેળવવી એ ખુબ મોટી વાત છે ત્યારે જો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આ ડિગ્રી મેળવવામાં સફળ થાય તો આવી વાત સાંભળીને આપણને જરૂરથી આશ્ચર્ય થાય! વડોદરાનો દર્પણ ઇનાની 3 વર્ષની ઉંમરે ખોટી દવાને લીધે સ્ટીવેન્સ જોનસન સિંડ્રોમનો ભોગ બન્યો હતો.
જે કોઈપણ 1 લાખ વ્યક્તિ પૈકી 1 જ બનતો હોય છે. જો કે, બાળપણથી જ પોતાની શારીરિક ખામીઓને ગણકાર્યા વિના પોતાની ક્ષમતાઓ પર ધ્યાન આપીને સફળતા મેળવવાનું બીડું દર્પણ ઇનાનીએ ઝડપ્યું હતું. દર્પણ ઇનાની જણાવે છે કે, CAની પરીક્ષા પાસ કરવી મારા માટે ખુબ માટો પડકાર હતો.
કારણ કે, જે સામાન્ય વિદ્યાર્થીઓ હોય તે વાંચી શકે છે, જ્યારે હું સાંભળીને અભ્યાસ કરું છું. જ્યારે પ્રેક્ટિકલ વિષયો મને મારા પિતાએ શિખવ્યા છે. આની ઉપરાંત પેપર લખવા માટે યોગ્ય રાઇટર શોધવામાં પણ ખુબ મુશ્કેલીઓ ઉભી થઇ હતી. ધોરણ 12માં જ્યારે મેં જાણ્યું કે, કોઇ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ CA નથી કર્યું ત્યારે જ મેં આ ડિગ્રી પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું હતું.
દર્પણે આગળ જણાવ્યું હતું કે, ફક્ત 13 વર્ષની ઉંમરે મેં ચેસ રમવાની શરૂઆત કરી હતી. કારણ કે, તે એક જ એવી રમત હતી કે, જે સામાન્ય વ્યક્તિઓની સાથે સ્પર્ધક તરીકે રમી શકાય છે. જેથી મેં ચેસ રમવાની શરૂઆત કરી હતી તેમજ ભારત અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે ચેસમાં અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી હતી. હવે હું CA બન્યા બાદ પાર્ટનરશિપ ફર્મ ખોલીને CAની પ્રેક્ટિસ કરવા ઇચ્છું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle