જુના દયાભાભી આવશે પાછા, તારક મહેતાકા ઉલટા ચશ્મામાં જેઠાલાલ ફરીથી સાથે દેખાશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ફેન્સનું વર્ષોથી મનોરંજન કરી રહ્યા છે. દરેક પાત્રની પોતાની એક અલગ ઓળખ છે. શોના એક કેરેકટર દયાબેન યાદગાર કેરેકટર્સમાંથી એક છે. જો કે છેલ્લાં 3 વર્ષથી ફેન્સ દયાબેનને સ્ક્રીન પર જોઇ શકયા નથી. શોમાં દયાબેનનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણી 3 વર્ષથી શોમાંથી બહાર છે.

દિશા વાકાની એ 2017માં શોથી મેટરનિટી બ્રેક લીધો હતો. દયાબેન ને લઈને બધા ફેંસ ખુબ ઉત્સાહી છે કે ક્યારે પાછા આવશે દયાબેન પરંતુ દિશા વાકાણીએ હંમેશા માટે શોને અલવિદા કહી દીધું છે. ત્યારબાદ હવે મનોરંજન માટે  એનિમેટેડ અંદાજમાં આવી રહ્યો છે. 28 જુલાઈ વર્ષ 2008ના રોજ શોનો પહેલો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તારક મહેતા એક ફેમિલી એન્ટરટેઈનમેન્ટ શો છે. જેને દર્શકો ખુબ જ પસંદ કરે છે.

અને હવે આ શોને એનિમેટેડ(કાર્ટૂન) અંદાજમાં બાળકોની ચેનલ Sony Yay! લાવવામાં આવી રહ્યો છે.ચેનલના શોના પ્રોમો વીડિયોરિલીઝ કરવામાં આવ્યા છે.જેમાં તેના મુખ્ય પાત્રોની ઝલક બતાવવામાં આવી છે. કાર્ટૂન શોમાં પણ જેઠાલાલ, દયાબેન, ટપ્પુ અને બાપૂજી જેવા લોકપ્રિય કલાકારોને જગ્યા આપવામાં આવી છે.

જે મૂળ શોની જાન છે. સોની યેના ઈંસ્ટાગ્રામ ઉપર પ્રોમો રિલીઝ કરતા નિર્માતાએ લખ્યું છે કે, અમારા બ્રાન્ડ ન્યૂ શોથી ટપ્પૂનો લૂક રિલીઝ કરતા અમે ખુબ જ ઉત્સાહિત છીએ. જલદીથી આવી રહ્યો છે. ચાહકોમાં આ શોને લઈને ખુબ જ ઉત્સાહ છે. કારણ કે કાર્ટૂન શો બાળકો માટે બાળકોની ચેનલ પર લાવવામાં આવી રહ્યો છે એટલા માટે આશા છે કરવામાં આવી રહી છે કે ટપ્પૂના પાત્રને થોડું વધારે મહત્વ આપવામાં આવશે.

પરંતુ પ્રોમોમાં જેઠાલાલના સમગ્ર પરિવારને બતાવવામાં આવ્યો છે. નાના પરદા ઉપર લાંબા સમયથી ગોકુળધામ સોસાયટીના લોકો દર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા અને હવે આ જ મનોરંજન દર્શકોને જલદીથી એનિમેટેડ અંદાજમાં જોવા મળશે. દરેક પાત્રોને મેચ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા શોના લીડ એક્ટર દિલીપ જોશીએ કહ્યું હતું કે સમયની સાથે શોની રાઈટિંગને થોડો માર પડ્યો છે. તેમણે જણાવ્યું છે કે પહેલા આ શો વિકલી હતો અને રાઈટર્સની પાસે વધારે સમય હતો. ચાર એપિસોડ લક્યા અને આગળનાચાર એપિસોડ આવતા મહિને લખવાના હતા જેના પગલે ક્વોલિટીને કોઈ અસર થતી ન હતી. આ કાર્ટૂન ક્યારથી શરુ થશે તેની જાણકારી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *