રાજ્યમાંથી અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સૌથી વધારે હત્યાના બનાવો સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે સુરત શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા. ગુનેગારોમાં પોલીસનો કોઇ ભય રહ્યો નથી તેવું લાગી રહ્યું છે.
શહેરમાં આવેલ ઉધના રેલવે ટ્રેક પાસેથી જમીનમાં દાટેલી અવસ્થામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક ડીંડોલી આરડી નગર કોમ્પલેક્ષનો રહેવાસી છે. 22 માર્ચથી મૃતક અજય મોરે ડીંડોલીમાં આવેલ તેના ઘરેથી નીકળ્યા પછી પાછો ફર્યો ન હતો. ડીંડોલી પોલીસ મથકમાં યુવકના ગુમ થયા અંગેની મિસિંગ રિપોર્ટ પણ નોંધવામાં આવી હતી.
આ યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. મળી રહેલ જાણકારી પ્રમાણે આ હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે કે, જે દિવસે યુવક ગુમ થયો એનાં પહેલાના CCTV પણ પોલીસના હાથે લાગી ગયાં છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યુવકની હત્યા કર્યાં પછી મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારપછી જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. પોલીસને મળેલ બાતમીના આધારે રેલવે ટ્રેક પાસે આવેલ પતરાના શેડવાળા મકાનમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં 10 ફૂટ ઉંડી ખોદેલી કબરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યાનો ભેદ ઉકેલવા FSLની પણ મદદ લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.