આજના સમયમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ પ્રામાણિક જોવા મળતો હોય છે ત્યારે હાલમાં એક ઉત્તમ ઉદાહરણરૂપ ઘટના સામે આવી છે. અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન દ્વારા આજે એક પ્રમાણિકતાની ઘટના સામે આવી છે. યુનિયન દ્વારા એક એવા રિક્ષા ચાલકનું સન્માન કરવામાં આવ્યું છે કે, જેણે પોતાની પ્રામાણીકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.
અમદાવાદના રિક્ષા ચાલક ચંદ્રેશભાઈ દવે એરપોર્ટ વિસ્તારમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. એરપોર્ટ પરથી મહુવાના એક વ્યક્તિએ ચંદ્રેશભાઈની રિક્ષા બંધાવી હતી. ચંદ્રેશભાઈ તો પોતાના ગ્રાહકને જે-તે સ્થળ પર લઈ જવા માટે નિકળ્યા તેમજ ગ્રાહકને ડ્રોપ પણ કર્યા હતા.
બન્યું એવું કે, આ વ્યક્તિ પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. જ્યારે રિક્ષા ચાલક ચંદ્રેશભાઈને ખબર પડી કે, તેમના ગ્રાહક બેગ ભૂલીને જતાં રહ્યા છે ત્યારે તેમની માનવતા સામે આવી હતી. જો રિક્ષા ચાલક ઈચ્છે તો, આ બેગને પોતાની પાસે પણ રાખી શક્યા હોત પણ ચંદ્રેશભાઈ દવે એ લોકોમાં નથી.
ચંદ્રેશભાઈએ બેગ તપાસીને તેમાં કિંમતી વસ્તુઓ રાખી હતી. ત્યારબાદ રિક્ષા ચાલક ચંદ્રેશભાઈએ તેમાંથી નંબર શોધીને બેગના માલિકનો સંપર્ક કર્યો હતો. આની સાથે જ બેગમાલિકને પણ પોતાની બેગ ભૂલાઈ ગઈ હોવાનો ખ્યાલ આવી ગયો હતો પણ તેમની પાસે રિક્ષા ચાલકનો નંબર ન હતો.
જયારે રિક્ષા ચાલકે પોતાની માનવતાના દર્શન કરાવ્યા હતાં. રિક્ષા યુનિયનમાં બેગ ભૂલી જનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યા તેમજ તેમનો કિંમતી સામાન પરત કરવામાં આવ્યો ત્યારે મહુવાના નિવાસી આ વ્યક્તિએ પણ રિક્ષા ચાલકનો ખુબ ખુબ આભાર માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.