ધાબા પર સુઈ રહેલ 10 વર્ષીય માસુમ બાળકની એકલતાનો લાભ લઈ યુવકે જ હેવાનિયતની તમામ હદો કરી પાર

હાલમાં સ્ત્રીઓ તો ઠીક પણ નાના એવાં બાળકો દુષ્કર્મનો શિકાર બની રહ્યાં છે ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટના રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી છે. શહેરના ઇચ્છાપોરમાં આવેલ મોરાગામમાં ઉનાળાની ગરમીને લીધે ધાબા પર સૂતેલા 10 વર્ષીય માસૂમ બાળકની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું.

બાળકના પિતાની સાથે કામ કરતાં વતનવાસી હવસખોર યુવકે જ બદકામ કર્યું હતું. જેને લીધે બાળકે બુમાબુમ કરી મુકતા પરિવારને જાણ થઈ ગઈ હતી. જેને લીધે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઈચ્છાપોર પોલીસ દ્વારા હવસખોર યુવકને પકડી પાડીને બાળકને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલમાં લાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાળકના કપડા ઉતારીને બદકામ કર્યુ:
મોરાગામમાં રહેતા તેમજ હજીરાની કંપનીમાં રીગર મેન તરીકે કામ કરતાં પરિવારનું બાળક ઉનાળાની ગરમીને લીધે ધાબા પર ઘોર નિદ્રામાં હોય છે. આ દરમિયાન રાત્રે 12:45 વાગ્યાનાં સુમારે પાડોશમાં રહેતા વતનવાસી આરોપી બિપીન રમેશરજક મૈથાએ બાળકને ઊંઘમાં જ કપડા ઉતારીને હવસ સંતોષવા માટે પ્રયત્ન કર્યો હતો. બાળકને દુઃખાવો થતાં બૂમાબૂમ કરીને પરિવારને જાણ કરવામાં આવી હતી.

યુવક રૂમમાં ભરાઈ ગયો:
બાળકે સમગ્ર ઘટનાની જાણ પરિવારને કરતાં આરોપી બિપીન મૈથા રૂમનો દરવાજો બંધ કરીને છુપાઈ ગયો હતો. બાળકે હકીકત જણાવતા પિતાએ બિપીનની રૂમ પર જઈને ગુસ્સો કાઢયો હતો. બિપીને દરવાજો ન ખોલતા પોલીસ બોલાવવી પડી હતી. ક્વાસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા આરોપીને રૂમમાંથી બહાર કાઢીને અટકાયત કરવામાં આવી હતી.

દર્દથી બૂમો પાડી હતી-પીડિત બાળક:
પોલીસ ફરિયાદ કર્યાં પછી માસૂમ બાળકને હાલમાં તબીબી તપાસ અર્થે સિવિલમાં લઈ જવામાં આવ્યો છે.  ધોરણ 5મા અભ્યાસ કરતા માસૂમને 2 મોટા ભાઈ છે. બાળક જણાવે છે કે, હું સૂતો હતો ત્યારે અચાનક કોઈએ મારું પેન્ટ કાઢ્યું હતું. ત્યારબાદ મારી સાથે બદકામ થતું હોય તેવું લાગ્યું હતું.

સખત દુઃખાવા પછી મારી બૂમ નીકળી ગઈ હતી. મેં જોયું કે આવું કોઈ બીજુ નહી પણ બિપિન અંકલ જ કરી રહ્યા છે. ત્યારબાદ એ ભાગી ગયા હતાં. 2-3 વાર આવું કર્યું ને દર્દથી બૂમો પાડતો રહ્યો હતો. આમ, નાનો એવો બાળક હવસનો શિકાર બન્યો હોવાની ઘટના સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *