હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરત શહેર તો ગુનાખોરીનું કેન્દ્ર બન્યું છે. અવારનવાર શહેરમાંથી હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. શહેરના ડુમસ વિસ્તારનાં કાંદી ફળિયામાં 5 ઈસમોએ ધાડ પાડીને આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આધેડ ઘરમાં એકલા રહેતા હોવાને લીધે તેના હાથ બાંધીને મોડી રાત્રે આવેલા 5 જેટલા ઈસમોએ સામાન વેરવિખેર કરીને ધાડ કરી ભાગી ગયા હતાં. આ વિશે મૃતકની માતાને સવારનાં સમયે જાણ થતાંની સાથે જ બુમાબુમ કરી મૂકી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને FSL તેમજ ડોગ સ્ક્વોર્ડની મદદથી તપાસ કરવામાં આવી છે.
આધેડનો મૃતદેહ મળી આવ્યો:
ડુમસમાં આવેલ કાંદી ફળિયા વિસ્તારનાં મહોલ્લામાં રહેતા 58 વર્ષીય ભોપીન પટેલ એકલા જ તેમના ઘરમાં રહેતા હતાં. આ દરમિયાન ગુરૂવારની મોડી રાત્રે 5 જેટલા ઈસમોએ ભોપીન પટેલના ઘરે જઈને તેના હાથ બાંધીને ધાડ પાડવામાં આવી હતી. સવારમાં ભોપીનના માતા નિત્યક્રમ મુજબ ઘરે ગયા ત્યારે ભોપીન હાથ બાંધેલી અવસ્થામાં જમીન પર પડ્યો હતો. સામાન પણ વેરવિખેર હતો.
પોલીસે તપાસ આદરી:
ભોપીન પટેલના ઘરે થયેલી ધાડની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ડોગ સ્ક્વોર્ડ તથા FSLની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે, ધાડ પાડી હોય તેવી આશંકા રહેલી છે. આની સાથે જ ઝપાઝપીમાં મર્ડર થયું હોય શકે છે. હાલમાં વધુ તપાસ ચાલુ છે.
આરોપીઓ CCTVમાં થયા કેદ:
5 જેટલા આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા છે. જેમાં એકની પાછળ કાળો થેલો લટકતો જોવા મળ્યો છે. આરોપીઓ જલ્દીમાં હોય તે રીતે ઉતાવળા ચાલતા તેમજ દોડતા જોવા મળ્યા છે. હાલમાં પોલીસ દ્વારા CCTVની મદદથી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પહેલાં પણ લૂંટારૂઓ આવેલા:
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પહેલાં પણ આ જ વિસ્તારમાં 6 મહિના અગાઉ એક મોબાઈલની ચોરી થઈ હતી. જેમાં પોલીસ દ્વારા 3 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ 6 મહિના બાદ આ ઘટના સામે આવી છે. જેને લીધે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યૂ હોવા છતાં આરોપીઓ ભોપીનના ઘરે સુધી પહોંચી ગયા હતાં. જેને લીધે પોલીસની કામગીરી પર પણ પ્રશ્નો ઉઠ્યા છે.
છૂટાછેડા થયા પછી એકલો રહેતો:
ભોપીન ઉર્ફે ભૂપેન્દ્ર છેલ્લા 2 દાયકા એટલે કે 20 વર્ષ પહેલાં છૂટાછેડા થયા પછી એકલો રહેતો હતો. તેની માતા ભોપીનના મકાનથી થોડે દૂર રહેતી હતી. ભોપીન એકલવાયું જીવન જીવતો હોવાને લીધે તેને ટાર્ગેટ કરીને હત્યા કરી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. ભોપીન પૈસાદાર હોવાને લીધે લૂંટ પણ ચલાવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.