પોલીસે જેવો ઘરનો દરવાજો ખોલ્યો ત્યાં આખું ઘર લોહીલુહાણ, જાણો સમગ્ર ઘટના

હાલમાં અંકલેશ્વર શહેરમાં રવિવારની સવારે ખુનીખેલ ખેલાતા ચાર બાળકોને માતપિતાનો આશરો ગુમાવવાંનો વારો આવ્યો છે. જેમાં અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે. તો બીજી તરફ ચાર માસુમ બાળકોને રઝળવાનો વારો આવ્યો છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હાલ તો બનાવ સંદર્ભે પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં એક યુવક પોતાની પત્ની અને તેના ચાર બાળકો સાથે શાકભાજી માર્કેટમાં છૂટક વેચાણ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. અને બંને પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે અવાર-નવાર ઝઘડા થતા હતા.

જેમાં ગઈકાલે વહેલી સવારે આ યુવકે અચાનક જમવાનું બનાવી રહેલી પોતાની પત્નીને લોંખડની પાઇપ વડે માર મારીને તેની હત્યા કરી હતી. જોકે ત્યારબાદ પોતે પણ મકાનના ઉપરના માળે જઈ પોતાના શરીર પર બ્લેડ વડે ઘા મારી આત્મહત્યા કરી લીધી હોવાનું પોલીસની પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું છે.

અંકલેશ્વરના કાગદીવાડમાં બંધ બારણે ખેલાયેલ ખૂની ખેલમાં બંને મૃતદેહો લોહી લુહાણ હાલતમાં મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. જોકે હાલ તો શહેર પોલીસ મથકના સ્ટાફ સાથે પી.આઈ, વિભાગીય પોલીસ વડા સહિતના અધકારીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી હત્યાનું કારણ શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

પતિ પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલ ખૂની ખેલમાં પત્નીની હત્યા બાદ કરેલી આત્મહત્યામાં ચાર માસુમ બાળકો હાલ તો પરિવાર વિહોણા બન્યા છે. આ ઘટનામાં સૌથી મોટા અંદાજિત 7 વર્ષના બાળક સાથે ચારેય બાળકોએ માતપિતાનો આશરો ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *