ગુજરાતમાં કોરોના હાલમાં બેફામ રીતે વધી રહ્યો છે. રૂપાની સરકાર દ્વારા હર સંભવ કોશિશ કરાય રહી છે કે, કોરોના કાબુમાં આવે. પરંતુ ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો દ્વારા ગુજરાતીઓને બેફામ લુંટાઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે નોકરી કરતા લોકો, હીરા ઉદ્યોગના યુનિટ, ટેક્સટાઈલ માર્કેટમાં જવા માટે કોરોના ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. ત્યારે આજે બપોરે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણી અગત્યની જાહેરાત કરી હતી જેમાં કોરોના ટેસ્ટની ઉપલબ્ધતા માટે કોઈ જાણકારી આપી નહોતી. આમ મૌન સેવીને આ લુંટને સરકાર અને તંત્ર મૌન સમર્થન આપી રહ્યું છે.
ત્રિશુલ ન્યુઝ દ્વારા આ બાબતે કોરોના ટેસ્ટના નામે સુરતની પ્રાઇવેટ હોસ્પિટલો દ્વારા કેવી લુંટ ચલાવાઈ રહી છે તેની તપાસ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. સામાન્ય રીતે કોરોના એન્ટીજન ટેસ્ટ કીટની કીમત 75 થી 90 રૂપિયે મળે છે અને હોસ્પિટલો દ્વારા મનસ્વી રીતે બીલ આપ્યા વગર કોરોના ટેસ્ટ કરાવવા આવતા લોકો પાસેથી 450 થી 600 રૂપિયા લેવાઈ રહ્યા છે. અમુક ટ્રસ્ટની હોસ્પિટલો એવી પણ છે જ્યાં માત્ર 100 રૂપિયે આ ટેસ્ટ થઇ રહ્યો છે. જ્યારે સરકારી કેન્દ્ર અને ધન્વન્તરી રથ માં આ ટેસ્ટ તદ્દન ફ્રી માં કરવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે બપોરે જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે સુરક્ષા મેળવવા થ્રી લેયર માસ્ક અતિમહ્તવનું હોઇ નાગરિકોને ફક્ત એક રૂપિયામાં થ્રી લેયર માસ્ક અમૂલ પાર્લર, નગરપાલિકા, માર્કેટ યાર્ડ જેવા વિવિધ સ્થળોએ મળી રહે તે પ્રમાણેનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતુ.
વધુમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે રાજ્યમાં 3 લાખ રેમડેસીવીર ઇન્જેક્શનનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે ગઇ કાલે 35 હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં પહોંચતો કરવામાં આવ્યો છે. આની સાથે સાથે ખાનગી કંપનીઓ દ્વારા પણ 35 હજાર ઇન્જેકશનનો જથ્થો ગુજરાતની અન્ય ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યો હોવાનું જણાવી રાજ્યમાં ઇન્જેકશનની સારવારની જરૂરિયાત ઘરાવતો કોઇપણ દર્દી તેનાથી વંચિત ન રહી જાય તે માટે સરકાર સંકલ્પબધ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.