જરૂરિયાતમંદ લોકોના મસીહા બનેલા સોનું સૂદ પોતે કોરોના સંક્રમિત હોવા છતાં પણ લોકોની મદદે આવ્યા છે. હાલમાં જ સોનુ સૂદ પાસે એવી વાત આવી કે કોરોના દર્દીને હોસ્પીટલમાં બેડ નથી મળી રહ્યાં ત્યારે સોનુ સૂદે પોતે 15 મિનીટની અંદર બેડ અપાવવાની વાત કરી હતી.
ટેલીવિઝન પર ચાલી રહેલા કોઇ પ્રખ્યાત શો ના ડાયરેક્ટર એવા અરુણ શેષકુમારે ટ્વિટ કરતા જણાવ્યું છે કે, સોનુ ભાઇ, ઉમેશજી અમારા એક વરિષ્ઠ કેમેરામેન છે તેમના પરિવારને ખરેખર મદદની ખુબ જરૂર છે તમે તેમના માટે કંઇક કરો, તે ખુબ જ ગંભીર પરિસ્થિતિમાં છે, અમારી હેલ્પ કરો. આ ટ્વિટનો રિપ્લાય આપતા સોનુ સૂદે લખ્યુ કે તેમને 15 મિનીટની અંદર હોસ્પીટલમાં આઇસીયુ બેડ મળી રહેશે, અમે એમને બચાવવા માટે પુરા પ્રયત્નો કરીશું.
He will get an icu bed in next 15 minutes. Get ready. Let’s save him. https://t.co/x9pzrI3rOv
— sonu sood (@SonuSood) April 19, 2021
અરુણ શેષકુમારે આ ટ્વિટનો રિપ્લાય આપતા કહ્યું કે, સોનુ સુદ ભાઇ, તેમના પરિવારને બેડ આપવાનુ કન્ફર્મેશન મળી ગયુ છે. તમે રોકસ્ટાર છો, તમારો ખુબ ખુબ આભાર. ગોડ બ્લેસ યુ.
પીયુષ શીવહરેની ટ્વિટ પર અરુણ શેષકુમારે સોનુ સુદ પાસે મદદ માટે હાથ લંબાવ્યા હતા. પીયુષે ટ્વિટ કરતા લખ્યુ હતુ કે મારા અંકલ ઉમેશ કોરોના પોઝીટીવ છે અને તે ક્રિટીકલ સ્થિતિમાં છે અને તેને મુંબઇની હોસ્પિટલમાં ખાલી બેડ નથી મળી રહ્યો. તેમને તાત્કાલિક ઇલાજની જરૂર છે. કોઈ તેમને બેડ અપાવવામાં મદદ કરો.
@SonuSood Bhai.. family just got the confirmation on the availability. You are a rockstar.. thank you so much ? God bless you https://t.co/f0CpVinCWs
— Arun Sheshkumar (@arunshesh) April 19, 2021
સોનું સૂદનું બનાવવામાં આવ્યું મંદીર
તેલંગણાના સિદ્દીપેટ જિલ્લાના એક નાનકડા ગામમાં લોકોએ સરકારી અધિકારીઓની મદદથી સોનૂ સૂદના સન્માનમાં આ મંદિર બનાવ્યું છે. આ મંદિરની અંદર સોનૂ સૂદની એક મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.આ સોનું સૂદના મંદિરને 20 ડિસેમ્બરના રોજ ખુલ્લું પણ મૂકી દેવામાં આવ્યું છે.આ મંદિરમાં પૂજા દરમિયાન મહિલાઓ ટ્રેડિશનલ કપડા પહેરીને આવે છે.
જિલ્લા પરિષદ સભ્ય ગિરી કોંડલ રેડ્ડીએ કહ્યું કે સોનૂ સૂદે કોરોના વખતે જરૂરીયાતમંદ લોકોની ખુલા દિલથી મદદ અને સેવા કરી હતી અને આજે તેમનું સ્થાન ભગવાન તુલ્ય છે. જરૂરિયાતમંદ લોકોના મસીહા હોવાને કારણે અમે આ સોનૂ સૂદનું મંદિર બનાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.