આજકાલ ઘણાં અકસ્માતોના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. આ જોયા પછી લોકો ચોંકી જાય છે. તાજેતરના દિવસોમાં, આવો જ એક વિડિઓ સામે આવ્યો છે, જે જોયા પછી તમે પણ એક ક્ષણ માટે ગભરાઈ જશો. તમે વિમાન સંબંધિત ઘણા અકસ્માતો વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે. પરંતુ તમે ક્યારેય સમુદ્રમાં વિમાનનું લેન્ડિંગ જોયું છે?
હાલમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જ્યાં બીજા વિશ્વયુદ્ધનું વિમાન સમુદ્રમાં ઉતરતું જોવા મળ્યું હતું. તમે પણ જોઇને ચોકી જશો કે, આ વિમાન તે સમયે ઉતર્યું જ્યારે લોકો દરિયા કિનારે નાહવાનો આનંદ માણી રહ્યા હતા. વિમાનનું આ અચાનક લેન્ડીંગ જોઈને બધા જ ગભરાઈ ગયા હતાં.
જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે આ દ્રશ્ય કેટલું વિલક્ષણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક આકાશમાં વિમાનનું સંતુલન ખોવાયું જેના કારણે તેને ઉતરવું પડ્યું. ત્યાં હાજર લોકોએ વિચાર્યું કે આ વિમાન હવામાં ઉડશે પરંતુ પાયલોટ પરિસ્થિતિને કાબૂમાં કરી શક્યો નહીં અને જોતા જ વિમાન સમુદ્રમાં પડી ગયું.
આ અકસ્માત એ સમયે થયો જ્યારે બીચ પર ઘણાં લોકો હાજર હતાં. જોકે, કોઈને ઇજા પહોંચી ન હતી. આ દરમિયાન બધાં ત્યાંથી દોડવા લાગ્યા. જાણવા મળ્યું છે કે, આ વિમાન વિશ્વ યુદ્ધ 2ના સમયનું હતું. આ વિમાન સિંગલ એન્જિન હતું. આ પહેલા પણ 2019માં આવું એક વિમાન ક્રેશ થયું હતું. જેમાં 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જણાવી દઈએ કે, આ ઘટના ફ્લોરિડા બીચની છે.
New video shows the moment a plane performing in the Cocoa Beach Air Show crash landed in the ocean: https://t.co/IBDGseZfOL pic.twitter.com/8glm7yJyks
— WESH 2 News (@WESH) April 17, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.