સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ક્યાંક હત્યા છે.. તો ક્યાં ચોરીના બનાવો બની રહ્યા છે. ખાસ તો સુરત શહેર ગુનાખોરીનો અડ્ડો બની ગયું છે. કોઈ પણ, ગમે ત્યારે ગુનો કરવા લાગ્યા છે. પછી એ ચોરી હોય, દુષ્કર્મ હોય કે પછી હત્યા હોય…
ત્યારે હવે સુરત શહેરના ATM મા જઈ ATM સાથે છેડછાડ કરીને તેમાથી પૈસા કાઢી બેંક સાથે છેતરપીંડી કરવાની ઘટના સામે આવી છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે, બે અજાણ્યા ઈસમો કડોદરા ભક્તીધામ મંદીરની સામે આવેલ બેંક ઓફ બરોડાના ATM ની બહાર સંખ્યાબંધ ATM કાર્ડની સાથે એટીએમ માંથી રૂપિયા કાઢવા પ્રયત્નો કરી રહ્યા છે.
સુરતની પુણા પોલીસને મળેલ બાતમીના આધારે તપાસ કરવામાં આવી, તે દરમ્યાન સુનીલકુમાર નિસાદ (ઉ.વ.૨૩) (રહે- ગામ- હીરાપુર, તા.કાલપી, ઉતરપ્રદેશ) અને સોનું નિસાદ (ઉ.વ.૨૩) (રહે- ગામ- હીરાપુર, તા.કાલપી, ઉતરપ્રદેશ) પાસેથી અલગ-અલગ બેન્કના 78 જેટલા ATM કાર્ડ મળી આવ્યા હતા. હાલમાં પોલીસે બન્નેની ઘરપકડ કરી છે.
હાલમાં પોલીસે બન્ને વિરુધ ૪૦૬,૪૨૦,૧૨૦(બી),૫૧૧ મુજબ ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે. આરીપોએ આ પહેલા પણ દિલ્લીમાં ઘણા બધા ATM સાથે છેડખાની કરી હોવાનું કબુલ્યું છે. તેમજ આ લોકોની જેમ બીજી ગેંગ પણ સક્રિય છે. જે છેલ્લા 5 થી 6 વર્ષથી દેશના મોટા-મોટા શહેરો જેવા કે, દિલ્લી, મુંબઈ, અમદાવાદ, સુરત, કલકત્તા જેવા શહેરોમાં જઈને આવી ઘટનાઓને અંજામ આપે છે.
આ બંને ઈસમો સગા સબંધીઓના ATM મેળવીને બેંકના એટીએમમાં જઈને પૈસા કાઢવાની પ્રોસેસ અધવચ્ચે છોડીને મશીન સાથે છેડા કરીને રૂપિયા કાઢી લેતા અને ત્યાર બાદ બેંકમાં ફોન કરીને અમને રૂપિયા મળ્યા નથી તેવું કહીને પૈસા રીફંડ મેળવતા. ક્યારેક આ બંને ઈસમો ફોર્મ ભરીને પણ રીફંડ મેળવી ચુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.