કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. એમાય ગુજરાતના મહાનગરોની સ્થિતિ સૌથી વધારે ખરાબ થઇ છે. દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને સુરતની સ્થિતિ સતત બગડી રહી છે. ત્યારે આજરોજ આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.
સુરતમાં લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં આવેલી આયુષ હોસ્પિટલના ICUના કોરોના વોર્ડમાં રવિવારે રાતે 11.40 કલાકની આસપાસ પાંચમા માળે ACમાં બ્લાસ્ટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 15 જેટલા કોરોના દર્દીને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. જેમાં 5 દર્દીનું મૃત્યુ થયુ છે. મૃતક દર્દી કોરોનાની સારવાર હેઠળ હતા. જયારે અન્ય દર્દીઓનું રેસ્ક્યૂ કરીને સ્મીમેર અને સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીતે મોટી જાનહાની ટળી હતી. આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા.
અચાનક અડધી રાત્રે આયુષ હૉસ્પિટલમાં આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફાયરના સાઇરન અને એમ્યુલન્સ સાઇરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આગ હૉસ્પિરલ અને તેમાં પણ કોરોનાની સારવાર માટે દાખલ એવા આઈસીયુમાં લાગી હોવાના મેસેજને કારણે પોલીસ સાથે મનપા કમિશનર સાથે રાજકીય આગેવાન પર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા.
આયુષ હૉસ્પિટલના પાંચમા માળે આવેલ આઈસીયુમાં કોરોના 15 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા હતા. ત્યાં અચાનક રાત્રે એસીમાં શોટ સર્કિટ થતાની સાથે આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ લાગતા હૉસ્પટિલમાં દોડધામ મચી ગઇ હતી. હૉસ્પિટલમાં આગ લાગ્યાની ખબર મળતા જ દર્દીઓના સંબંધીઓ પણ હાંફળાફાફળા થઇને હૉસ્પિટલ બહાર આવી ગયા હતા.
હૉસ્પિટલ માં આગ લાગવાના કારણે 5 દર્દીનું મૃત્યુ થયુ છે. મૃતક દર્દી કોરોનાની સારવાર હેઠળ હતા. પહેલા આઈસીયુમાં આગને લઈને ધુમાડા બાદ આગ ફેલાતા આઈસીયુમાં કોરોના દર્દી સારવાર લઇ રહ્યાં હતા તેમાં દોડધામ મચી જવા પામી હતી. આગની જાણકારી ત્યાં હાજર લોકોએ ફાયર વિભગાને આપતા ફાયરનો મોટો કાફલો બનાવવાળી જગ્યા પર બેથી ચાર મિનિટમાં પહોંચી જતા હાશકારો અનુભવાયો હતો.
ધુમાડા વચ્ચે લાગેલી આગને લઈને આઈસીયુમાં ફસાયેલા 15 જેટલા દર્દીનું ફાયર વિભાગે રેસક્યુ કરી આ તમામ દર્દીને સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. હૉસ્પિટલમાં અચાનક આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફાયરના સાઇરન અને એમ્યુલન્સ સાઇરનથી લોકોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. આગ હૉસ્પિરલ અને તેમાં પણ કોરોનાની સારવાર માટે દાખલ એવા આઈસીયુમાં લાગી હોવાના મેસેજને કારણે પોલીસ સાથે મનપા કમિશનર સાથે રાજકીય આગેવાન પર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવ્યા હતા.
પાંચનાં મોત
રામજીભાઈ લૂખી (ઉં.વ.આ. 60), રહે- કૃષ્ણા ટાઉનશિપ મોટા વરાછા
અલ્પાબેન બિપિન મોરડિયા(ઉં.વ.આ. 40), રહે- મોટા વરાછા
અરવિંદભાઈ શિંગાળા
રાજુ મોહન પટેલ (ઉં.વ. 52), રહે- કામરેજ
રમેશ નરસિંહ પડસાળા (ઉં.વ..60), રહે- વરાછા ચીકુવાડી
IBCP હોસ્પિટલ
કેતન પટેલ
જીવકોરબેન
સ્મિથ હોસ્પિટલ:
ધબુબેન ગોંડલિયા
સંજીવની હોસ્પિટલ
નિપાબેન જતીનભાઈ
ઉષાબેન ડુંગરાની
મહેશ સાસરિયા
રામજુ મોહન
ધીરુ વૈકેરિયા
લાભુબેન પિન્કિયા
અરવિંદ
રામજી લૂખી
સ્મિમેર હોસ્પિટલ:
ધર્મેશ લીંબા
ભીખુ માધવ
કસ્તુરી
લક્ષ્મીબેન ગણેશ
શોભા જગદીશ
જયંતી સાલવી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.