લક્ષણો વગરનો કોરોના: રીપોર્ટ નેગેટીવ તેમછતાં કોરોના શરીરને અંદરથી ખોખલું કરી રહ્યો છે- દરેકે ખાસ વાંચવો આ લેખ

દેશ કોરોનાના બીજા સ્ટૅજ સામે લડી રહ્યું છે. આ સ્ટેજ ગયા વર્ષ કરતા પણ વધારે ઘાતક સાબિત થયો છે અને ખાસ આ સ્ટેજમાં લોકોને લક્ષણો…

દેશ કોરોનાના બીજા સ્ટૅજ સામે લડી રહ્યું છે. આ સ્ટેજ ગયા વર્ષ કરતા પણ વધારે ઘાતક સાબિત થયો છે અને ખાસ આ સ્ટેજમાં લોકોને લક્ષણો દેખાય એ પહેલા જ કોરોના ફેફસામાં નુકશાન કરવાનું શરુ કરી દે છે. ઘણા કેસો સામે આવ્યા છે જેમાં, કોઈ વ્યક્તિને કોરોનાના થોડા પણ લક્ષણો નહોતા તેમછતાં કોરોનાએ તેમના 25 ટકા જેટલા ફેફસાને સંક્રમિત કરીને નુકશાન કર્યું હતું.

રીપોર્ટ અનુસાર, COVID-19 થી આશરે 60 થી 65% દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તેમના ઓક્સિજનનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે, પરંતુ એવા ઘણા કિસ્સાઓ પણ છે કે જેમાં સંક્રમિતોના ઓક્સિજનનું સ્તર બે-ત્રણ દિવસમાં જ સીધુ 80%ની નીચે આવી રહ્યું છે.

ઓક્સિજનની અછતના કારણે દર્દીઓની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની રહી છે. આ કિસ્સાઓમાં કેટલાક લક્ષણો એવા જોવા મળી રહ્યા છે જે ફેફસાં પર ખૂબ ગંભીર અસર કરી રહ્યા છે. આવા લક્ષણોના દેખાવા પર ફેફસાંને તપાસવા માટે તરત જ, એક્સ-રે અને સીટી સ્કેન કરાવી લેવું જોઈએ.

તો ચાલો આપણે એવા લક્ષણો જાણીએ જે સૂચવે છે કે લક્ષણો નથી તેમછતાં ફેફસામાં કોરોના છે!

શ્વાસ ફુલવો:
જો શ્વાસ ફૂલે છે અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તો મતલબ એમ થાય કે કોરોના ફેફસાને પ્રભાવિત કરી રહ્યું છે. અને એવું ત્યારે જ થાય છે જયારે કોરોના ઝડપથી શરીરમાં ફેલાય છે અને ઓક્સીઝનને ફેફસા સુધી પહોંચતા રોકે છે. જેના કારણે શરીરમાં ઓક્સીઝનની કમી મહેસુસ થાય છે જે ખુબ જ ખતરનાખ છે.

છાતીમાં દુખાવો:
જયારે વાયરસ ફેફસા સુધી પહોંચે છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફેફસાનો નીચલો હિસ્સો સોજી જાય છે અને શરીરમાં ઓક્સીઝનની છત થઇ જાય છે. જેનાથી છાતીમાં દુખાવો ઉભો થાય છે.

તીવ્ર ઉધરસ:
ઉધરસ એ કોરોના વાયરસ થાવનું મુખ્ય લક્ષણ છે. આ વાયરસ શરીરના કેટલાક હિસ્સામાં સોજો અને અવરોધનું કારણ બની શકે છે. કોરોનાના કારણે થતી ઉધરસ ખુબ જ તેજ હોય છે. જેનાથી ગળા અને છાતીમાં દર્દ થાય છે.

કોરોનાના લક્ષણ નથી છતા રિપોર્ટ કોરોના પોઝિટિવ
બીજી બાજુ, એવા કેસ પણ સામે આવે છે જેમાં શરીરમાં કોઈ પણ લક્ષણ નથી દેખાતા પરંતુ જ્યારે તેમનું સીટી સ્કેન થાય છે, ત્યારે તાપમાન 35 કે તેથી ઓછું આવે છે. આનો અર્થ એમ થાય કે દર્દી કોરોના પોઝિટિવ છે. આ ઉપરાંત, જો સીટી સ્કેનનું મૂલ્ય 22 કરતા ઓછું હોય, તો દર્દીને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

ડોક્ટર ના કહેવા મુજબ, આ વખતે હળવા લક્ષણો હોવા છતાં, દર્દીની સ્થિતિ 2 થી 3 દિવસમાં જ એટલી ખરાબ થઈ જાય છે કે તેને દાખલ કરવો પડે છે અને તેના ફેફસાંને પણ નુકસાન પહોંચાડે છે. ડોકટરોના મતે, કોરોના 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ફેફસાની વધુ સમસ્યા જોવા મળી રહી છે તેથી શરીરમાં કોઈ પણ લક્ષણો આવે તો તરત જ ટેસ્ટ કરાવવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *