સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે.
હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરત શહેરમાંથી સામે આવી છે.
સુરતના કતારગામ વિસ્તારમાં મહિલા દ્વારા 14 વર્ષીય કિશોરી સાથે સૃષ્ટી વિરૂદ્ધ નું કૃત્ય આચરવામાં આવ્યું હતું. વાપી માં રેહતી 21 વર્ષય રિયા નામ ની યુવતીએ કતારગામમાં રહેતા 14 વર્ષય કિશોરીને પહેલા તો પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. અને ત્યાર બાદ સમલેંગીક સબંધ પણ બાંધ્યા હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિના પહેલાં જ રહેવા આવેલી નેપાળી પરિવારની 15 વર્ષીય તરુણી ગુમ થઇ જવાની તપાસમાં તે અમરોલી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય બંગાળી યુવતી સાથે મળી આવી હતી. તપાસમાં 19 વર્ષીય યુવતી લેસ્બિયન સંબંધ ધરાવતી હોવાનું અને તે જ આ તરુણીને ભગાવી ગયાનું બહાર આવતાં પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગુનો નોંધી યુવતીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસરા, રિયા વાપીથી સુરત આવી કિશોરીને કતારગામ થી અમરોલી લઇ ગઈ હતી. રીયાએ 14 વર્ષય કિશોરીને અમરોલી ખાતે પોતાના જાણીતાને ત્યાં રાખી હતી. હાલમાં પોલીસે રિયાની ધરપકડ કરી છે. પોલીસે પોસ્કો એક્ટ 377 અને 363 હેઠળ ગુનો નોંધી રિયા ની કરી ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.