વર્તમાન સમયમાં આગ એ સામાન્ય વાત બની ગઈ છે. કોઈ પણ સ્થળે ગમે ત્યારે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. હજુ થોડા દિવસ જ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં ભીષણ આગ લાગવાને કારણે ૨૦ જેટલા માસુમ બાળકોનું મૃત્યુ થયું હતું. અને બીજા પણ ઘણા સાથળે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.
તમે જોઈ શકો છો કે સુરતમાં સરથાણા વિસ્તારમાં ખુબજ ભીષણ આગ લાગી હતી. જેની અંદર ૨૦ જેટલા માસુમ બાળકો હોમાઈ ગયા હતા. હવે તવી જ રીતે ફરી એક વાર ભીષણ આગના કારણે 4 બાળકો થી માંડીને ૨૦ જેટલા માસુમો આગ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.
સીરિયાના અજાજ શહેરમાં રવિવારે સાંજે વિસ્ફોટકો ભરેલી કારમાં થયેલા જોરદાર ધમાકામાં ચાર બાળકો સહિત 17 લોકોનાં મોત થયાં છે. આ વિસ્ફોટમાં 25 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી મોતનો આંકડો વધવાની પણ સંભાવના છે. ન્યુઝ એજન્સી પ્રમાણે, આ આત્મઘાતી હુમલો હતો જે શહેરના મધ્ય ક્ષેત્રની મસ્જિદ પાસે ઇફતારીના સમયે કરવામાં આવ્યો હતો. રમઝાન મહિનો ચાલી રહ્યો હોવાથી સાંજના સમયે મસ્જિદમાં ઇફતારી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા જેને લીધે વિસ્ફોટ થયો એ સમયે લોકો વચ્ચે ભાગદોડ સર્જાઇ હતી.
અજાજ શહેર તુર્કી સમર્થિત સીરિયન વિદ્રોહીઓના કબજામાં છે. જો કે આ વિસ્ફોટોની જવાબદારી કોઇ સંગઠનોએ લીધી હતી. ઉલ્લેખનીય છે કે રવિવારે ઇઝરાયલ તરફથી સીરિયા પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં પણ 10 લોકોનાં મોત થયાં હતા. ઇઝરાયલે આને જવાબી હુમલો ગણાવ્યો હતો આ પહેલા સીરિયા તરફથી ઇઝરાયલ પર બે રોકેટ છોડવામાં આવ્યાં હતા. બ્રિટન સ્થિત નિરીક્ષણ સંસ્થા સીરિયન ઓબ્ઝવેટરી ફોર હ્યુમન રાઇટ્સ પ્રમાણે, સીરિયન હુમલામાં પાંચ નાગરિક અને પાંચ ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા હતા.
At least 14 people were killed and 28 others sustained injuries after an explosive-laden car detonated in Syria’s northwestern city of Azaz
Read @ANI Story | https://t.co/IHOG1rjfME pic.twitter.com/R7whCFO67k
— ANI Digital (@ani_digital) June 2, 2019
સીરિયાએ ઇઝરાયલના કબજાવાળાં ગોલન હાઇટ્સ પર શનિવારે રાત્રે બે રોકેટ છોડ્યા હતા. જેમાંથી એક ઇઝરાયલી સીમા પર પડ્યો અને બીજો રહેણાંક વિસ્તારમાં પડ્યું હતું. આ હુમલા પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, અમે અમારી સીમા પર હુમલો સહન કરીશું નહીં, અને કોઇ પણ કાર્યવાહીનો જવાબ આપીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.