કોરોનાના વધતાં જતાં કેસને ધ્યાનમાં લઈને લોકડાઉન રાજ્ય સરકાર દ્વારા થોડાં મહિના પહેલાં સમગ્ર રાજ્યમાં આપવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે બધું જ અનલોક થઈ ગયું છે ત્યારે હવે ફરી એકવાર લોકડાઉનને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.રાજ્યમાં કોરોના વાયરસનો દાવાનળ દિવસેને દિવસે સતત વધતો જાય છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા તથા સુરતમાં કોરોના પોઝિટીવના કેસો સતત વધી રહ્યા છે. આજે સુરતમાં મનપા દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં કોરોનાને લઈને નવી સ્ટ્રેટેજી જાહેર કરવામાં આવી છે. હવેથી સુરતમાં હાઈરિસ્ક ઝોનમાં શનિ-રવિ એમ કુલ 2 દિવસ ફૂડ વેચાણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં આવેલ માંગરોળને લઇ ખુબ જ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં આવેલ માંગરોળમાં કુલ 12 દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે.સુરતમાં આવેલ માંગરોળ તાલુકા મથકે આવતી કાલથી કુલ 12 દિવસનું લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલ કેસને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ દરમિયાન માંગરોળની બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પણ આવશ્યક સેવા જેવી કે, મેડિકલ તેમજ દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે.
તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.આપને જણાવી દઇએ કે, માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 495 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. જ્યારે તાલુકામાં કુલ 18 લોકોના મોત થઇ ચુક્યા છે.માંગરોળમાં પણ વધુ કુલ 12 દિવસનું લોકડાઉન અપાતાં અહિંના લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પણ ગ્રામ પંચાયતે આ નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવાં માટે લીધો છે જેથી કરીને માંગરોળનાં લોકો સ્વસ્થ રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en